શું ખરેખર ચીનના બેકાબુ બનેલા રોકેટનો દરિયામાં નાશ થયો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક આકાશ માંથી રોકેટ દરિયામાં પડતુ જોવા મળે છે. તેમજ દૂર ઉભેલા લોકો દ્વારા આ દ્રશ્યોને કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. આ વિડિયો વાયરલ કરતા સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલમાં ચીનનું રોકેટ બેકાબુ બન્યા બાદ દરિયામાં નાશ થયો તેનો વિડિયો છે.” .

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ચીનના બેકાબુ બનેલા રોકેટનો નથી. પરંતુ સ્પેસએક્સના ઉડાન પરિક્ષણ દરમિયાન થયેલા વિસ્ફોટનો છે. જે ઘટના ફેબ્રુઆરી 2021માં બની હતી. જ્યારે ચીનના રોકેટની ઘટના મે મહિનામાં બનવા પામી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dharmendra Nyalchandra Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો હાલમાં ચીનનું રોકેટ બેકાબુ બન્યા બાદ દરિયામાં નાશ થયો તેનો વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 4 ફેબ્રુઆરી 2021ના આ વિડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “SpaceX Starship SN9 Launch, Landing, Explosion & Viewer Reactions!.

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને એક સીએનબીસી ન્યૂઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સ્પેસએક્સનો પ્રોટોટાઇપ સફળતાપૂર્વક લોંચ કરવામાં આવ્યો હતો, જો કે, વિકાસ પરિક્ષણ ઉડાન પછી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે તેનો વિસ્ફોટ થયો હતો.

CNBC | ARCHIVE

તેમજ અમને 3 ફેબ્રુઆરી 2021ના સ્પેસએક્સના યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ લાઇવ ફૂટેજ પ્રાપ્ત થયા હતા જેમાં તેમણે પરિક્ષણ ઉડાન દરમિયાન થતી ઘટનાઓનો ક્રમ બતાવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ વાયરલ વિડિયો અને સ્પેસએક્સના લાઈવ ફૂટેજ વચ્ચેની સરખામણી તમે નીચે જોઈ શકો છો. 

તારીખ 9 મે 2021ના રવિવારના રાયટર્સના અહેવાલ મુજબ, “ચીનના સૌથી મોટા રોકેટના અવશેષો હિંદ મહાસાગરમાં ઉતર્યા હતા અને વાતાવરણમાં ફરીથી પ્રવેશ થતાં તેના મોટાભાગના તત્વોનો નાશ થયો હતો.

રાયટર્સ | સંગ્રહ

લોન્ગ માર્ચ-5બી વાય 2 નામનું આ રોકેટ ચીનના નવા અવકાશ મથક તીઆન્હેનું મુખ્ય મોડ્યુલ વહન કરતુ હતું અને આ વર્ષે 29 એપ્રિલના રોજ તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમજ બાદ તે અનિયંત્રિત થયુ હતુ. પૃથ્વીના વાતાવરણામાં ફરીથી પ્રવેશ કર્યા બાદ આ કાટમાળ ક્યાં પડશે તે અંગે વૈશ્વિક અટકળો ચાલી રહી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ચીનના બેકાબુ બનેલા રોકેટનો નથી. પરંતુ સ્પેસએક્સના ઉડાન પરિક્ષણ દરમિયાન થયેલા વિસ્ફોટનો છે. જે ઘટના ફેબ્રુઆરી 2021માં બની હતી. જ્યારે ચીનના રોકેટની ઘટના મે મહિનામાં બનવા પામી હતી.

Avatar

Title:શું ખરેખર ચીનના બેકાબુ બનેલા રોકેટનો દરિયામાં નાશ થયો તેનો વિડિયો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False