ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ.... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્મૃતિ ઈરાની લેપટોપ લઈને બેઠા છે જેમાં રાહુલ ગાંધી દેખાઈ રહ્યા છે તેમજ બાજુમાં પડેલા ગ્લાસમાં માદક દ્રવ્ય જેવું પ્રવાહી નજરે પડી રહ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mahobatsinh D Rajput નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, #અરે_તારી_ભલી_થાય. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્મૃતિ ઈરાની લેપટોપ લઈને બેઠા છે જેમાં રાહુલ ગાંધી દેખાઈ રહ્યા છે તેમજ બાજુમાં પડેલા ગ્લાસમાં માદક દ્રવ્ય જેવું પ્રવાહી નજરે પડી રહ્યું છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને amarujala.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર 10 ડિસેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ ફોટોમાં અમને ક્યાંય પણ ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના લેપટોપમાં રાહુલ ગાંધીનો ફોટો કે પછી તેમની બાજુમાં પડેલા ગ્લાસમાં માદક દ્રવ્ય જેવું પ્રવાહી જોવા મળ્યું નહતું. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે તે એડિટ કરેલો છે.
આજ ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. news18.com | timesofindia.indiatimes.com
અમારી વધુ તપાસમાં અમને સ્મૃતિ ઈરાની દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ....
Fact Check By: Vikas VyasResult: False