શું ખરેખર કોરોના ફેલાવવા માટે જાણી જોઈને ચલણી નોટ ફેકવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

मिलावट के खिलाफ जागरूकता अभियान નામના ફેસબુક પેજ પર તારીખ 26 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Jov aa bhai su krine gya te.. Gadi no. GJ15OF1515. वीडियो को पूरा ध्यान से देखे और 😠 रिएक्शन न दे पोस्ट पर फैला होगा #कोरोना #चमगादडों से तुम्हारे यहां; मेरे यहाँ ये लोग ही फैला रहे हैं #कोरोना जिहाद  #coronajihad #indianmuslim #islam #jihad #muslim #muslims શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 102 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 15 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 94 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોના ફેલાવવા માટે વિડિયોમાં દેખાતા શખ્સ દ્વારા ચલણી નોટ જાણી જોઈને નાખવામાં આવી.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને TV9 ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના નેશનલ હાઈવે 48 પર આવેલા નવસારી જિલ્લાના ખડસુપા ગામની છે.”

ARCHIVE

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ગુજરાત સમાચારનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ શખ્સનું નામ મોહમ્મદ યુસુફ ઇલ્યાસ શેખ છે, જેની ઉમર ૪૫ વર્ષ છે. જે વલસાડમાં કબ્રસ્તાન પાસે રહે છે. જેની નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, તે યશફીન હોસ્પિટલમાં પોતાના હાથની સારવાર કરાવવા માટે વલસાડથી આવ્યો હતો. આ નોટ તેના ડિસેબલ હાથમાં રહી જતાં તેની જાણ બહાર નીચે પડી ગઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની જાહેરનામા ભંગ હેઠળ અટકાયત કરી હતી.

GUJARAT SAMACHAR | ARCHIVE

ત્યારબાદ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર પી.પી.બ્રહ્મભટ્ટનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સીસીટીવી ફુટેજ જોયા બાદ પેટ્રોલ પંપના માલિક દ્વારા અમને ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. અમે વિડિયો જોયા બાદ આ અંગે તપાસ કરતા આ વ્યક્તિનું નામ મોહમ્મદ યુસુફ ઈલ્યાસ શેખ છે. જે વલસાડમાં રહે છે. પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, એક્સિડન્ટ થઈ જતા તેમના જમણા હાથમાં પેરાલિસિસ થઈ ગયુ છે. તે પોતાના હાથથી વધુ કોઈ કામ નથી કરી શકતા અને આ જ કારણે તેના હાથમાંથી નોટ પડી ગઈ હતી. તેના હાથની બીજી અને ત્રીજી આંગળી કામ નથી કરી શકતી. જો કે લોકડાઉન દરમિયાન વલસાડ જિલ્લામાંથી નવસારી જિલ્લામાં આવવા-જવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. ઈલ્યાસનું મેડિકલ ચેકઅપ પણ કરવવામાં આવ્યુ પરંતુ તેનામાં કોરોનાના કોઈ લક્ષણ ન દેખાયા પરંતુ ડોકટરે તેને 14 દિવસ કોરન્ટાઈન રહેવાનું કિધુ છે. જો કે, જપ્ત કરાયેલ નોટને FSL તપાસ માટે મોકલવાની કાર્યવાહી ચાલુ છે.

ત્યાર બાદ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા ખડસુપા ગામ પાસે આવેલા આ પેટ્રોલ પંપના સંચાલક જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ જ દિવસે નવસારીમાં બીજી એક જગ્યાએથી પણ ચલણી નોટ મળી હોવાનું જાણવા મળ્યુ હતુ. જેના કારણે અમારા પેટ્રોલ પંપ પરથી આ પ્રકારે નોટ મળતા અમે ગંભરાઈ ગયા હતા અને અમે પોલીસને જાણ કરી હતી.”

ત્યારબાદ અમે અમારી પડતાલને વધૂ મજબૂત કરવા મોહમ્મદ ઈસ્માયલ શેખનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “મારૂ 2009માં એક્સિડન્ટ થયુ હતુ. જેના કારણે હું મારા જમણા હાથમાં કોઈ પણ વસ્તુ સરખી રીતે પકડી નથી શકતો. મારો આ હાથ મુમેન્ટ  તો કરી શકે છે. પરંતુ તેમાં કોઈ વસ્તુ પકડી નથી શકાતી. જેના કારણે મારા જમણા નોટ કરાયે ભરાઈ ગઈ અને પડી ગઈ તેની મને જાણ જ નથી. વિડિયો જોયા પછી મને નવસારી પોલીસે બોલાવ્યો હતો અને હું ત્યા ગયો પણ હતો. તેમજ મારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને નવસારી સરકારી હોસ્પિટલમાં મારો કોરોનાનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો છે. હાલ ડોકટરની સુચના મુજબ હું મારા ઘરમાં જ છું.” તેમના દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ તેમજ તેમના હાથને લઈ હિન્દી અને ગુજરાતીમાં એક વિડિયો મેસેજ અમને મોકલવામાં આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં દેખાતા વ્યક્તિએ જાણી જોઈને નોટ નાખી ન હતી. પરંતુ તેના હાથમાં પેરાલિસીસ હોવાથી તેના હાથમાંથી નોટ પડી ગઈ હતી. જેની પૃષ્ટી નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ પી.પી.બહ્મભટ્ટએ કરી છે. 

Avatar

Title:શું ખરેખર કોરોના ફેલાવવા માટે જાણી જોઈને ચલણી નોટ ફેકવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False