શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને હાથે લખી રહ્યા છે.? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સમય બચાવવા માટે આપણા મોદી સાહેબ બન્ને હાથ થી લખે છે. હવે તમે વિચારો આ માણસ 18 કલાક ની જગ્યાએ રોજના 36 કલાક કામ કરે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 202 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સમયનો બચાવ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને હાથ વડે લખી રહ્યા છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને INDIA TODAY નો 26 મે 2014નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ રજીસ્ટરમાં સહી કરતા હતા ત્યારનો આ ફોટો છે. જે તમે નીચે જોઈ શકો છો. જેમાં નરેન્દ્ર મોદી જમણા હાથે જ લખી રહ્યા છે.

INDIA TODAY | ARCHIVE

તેમજ PMO INDIA દ્વારા યુ ટ્યુબ પર તારીખ 26 મે 2014ના આ વિડિયો અપલોડ કર્યો હતો. જેમાં પણ નરેન્દ્ર મોદી જમણા હાથે જ સહી કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યુ છે. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમે ઉપરોક્ત ફોટોને કોમ્પ્યુટર એકસ્પર્ટ ચિરાગ શેઠને દેખાડતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ એક જ ફોટો જ ફોટો છે, મિરર ઈમેજના માધ્યમથી ફોટોને વિરૂધ્ધ દિશામાં બતાવવામાં આવ્યો છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, નરેન્દ્ર મોદી હમેશાં જમણા હાથનો જ ઉપયોગ લખવા માટે કરે છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2014નો છે. જેને મિરર ઈમેજના માધ્યમથી એડિટ કરી શેર કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને હાથે લખી રહ્યા છે.? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False