આ વિડિયો સ્ક્રિપ્ટેડ છે અને સંપૂર્ણ કાલ્પનિક છે. આ વિડિયોને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી.

હાલમાં ગુજરાત સહિત દેશભરના તમામ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ-ચાર બુકાની ધારી શખ્સો દ્વારા બોરીમાં બાળકોને ભરી જંગલની વચ્ચે લઈ જવામાં આવી રહ્યા છે અને કિડનેપ કરવામાં આવી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાળકોને ઉપડી જતી ગેંગ સક્રિય છે અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયોમાંની ઘટના સત્ય છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mahesh Sangani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બાળકોને ઉપડી જતી ગેંગ સક્રિય છે અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયોમાંની ઘટના સત્ય છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને ધ્યાનથી જોયો હતો. જેમાં 30 સેકેન્ડ પર અમને એક નોટીસ વાંચવા મળી જેમાં લખવામાં આવ્યુ હતુ કે, “Please read the video disclaimer carefully. This is not a real incident.” (ગુજરાતી અનુવાદ : કૃપા કરીને વિડિઓ અસ્વીકરણ ધ્યાનથી વાંચો. આ કોઈ વાસ્તવિક ઘટના નથી.)

તેમજ વિડિયોને આગળ વધારી અને જોતા અમને આ વિડિયોમાં 1.28 મિનિટ પર એક વધુ નોટિસ વાંચવા મળી હતી. જે તમે નીચે વાંચી શકો છો. “Disclaimer: This Video is complete fiction, all the events in the video are scripted and made for awareness purpose, it does not promote any kind of activity or defame any kind of ritual. This video has nothing to do with any real incident. Note – This is not a true incident, all the characters/persons shown in the video are playing their roles.

ગુજરાતી ભાષાંતર (અસ્વીકરણ: આ વિડિયો સંપૂર્ણ કાલ્પનિક છે, વિડિયોમાંની તમામ ઘટનાઓ સ્ક્રિપ્ટેડ છે અને જાગૃતિના હેતુ માટે બનાવવામાં આવી છે, તે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી નથી અથવા કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિને બદનામ કરતી નથી. આ વીડિયોને કોઈ વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. નોંધ – આ કોઈ સાચી ઘટના નથી, વિડિયોમાં બતાવેલ તમામ પાત્રો/વ્યક્તિઓ તેમની ભૂમિકા ભજવી રહ્યા છે.)

આજથી દસ દિવસ પહેલા પણ આ જ પ્રકારનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો હતો. જેનું પણ ફેક્ટચેક ગુજરાતી ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જે ફેક્ટચેકને વાંચવા માટે અહિં ક્લિક કરો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સંપૂર્ણ કાલ્પનિક છે. સત્ય ઘટના સાથે આ વિડિયોને કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બાળકોને ઉપાડી જતી ગેંગનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ પરંતુ આ વિડિયોની સત્યતા જાણો...

Fact Check By: Frany Karia

Result: False