બરાક વેલીની ઘટનાને નાસિક હાઈવેની ગણાવી શેર કરવામાં આવી રહી…જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ દૂરઘટના નાશિક હાઈ-વે પરની નહિં પરંતુ મેઘાલયા પાસેની બરાક વેલીની છે. આ ઘટનાનું નાશિક હાઈ-વે સાથે કોઈ કનેક્શન નથી.

આ વર્ષના ચોમાસું ગુજરાત સહિત દેશભરમાં ભારે રહ્યુ છે. ત્યારે હાઈ-વે પર અકસ્માતના વિડિયો, ભુવા પડવાની ઘટનાના વિડિયો, ખૂબ વાયરલ થઈ રહ્યા છ. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પહાડી વિસ્તારમાં એક ટ્રક અને કાર રસ્તામાં ખુચી ગયા હોવાનું જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ દૂરઘટના મહારાષ્ટ્રના નાશિક હાઈ-વે પરની છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Raj Studio નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ દૂરઘટના મહારાષ્ટ્રના નાશિક હાઈ-વે પરની છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને નોર્થઈસ્ટ નાઉ નામની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “આ ઘટના બરાક વેલીની છે. જેણે ત્રિપુરા તેમજ મિઝોરમ અને મણિપુરને જોડતો બીજો રસ્તો છીનવી લીધો.

તેમજ લોકલ મિડિયા (ગુવહાટીપ્લસ, નોર્થઈસ્ટનાઉ) દ્વારા પણ આ ઘટનાને લઈ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમા માહિતી આપવામાં આવી હતી કે, “અવિરત મુશળધાર વરસાદને કારણે, મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સમાં લુમશનોંગ પોલીસ સ્ટેશન હેઠળના NH-06 પરના રસ્તાના કેટલાક ભાગોને પણ ભારે નુકસાન થયું છે. પૂર્વ જયંતિયા હિલ્સ પોલીસે સલાહ આપી છે કે ભારે મોટર વાહનો (ટ્રક, બસો) એ માર્ગને ટાળવો જોઈએ જ્યારે સંબંધિત વિભાગોને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે ઝડપી જરૂરી કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે.” 

તેમજ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પણ આ દૂરઘટનાના અન્ય વિડિયોને તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારમ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મહારાષ્ટ્રના નાસિક નો નહિં પરંતુ નેશનલ હાઈવે-6 પરનો બરાકવેલી મેઘાલયનો છે. નાસિક સાથે તેનો કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બરાક વેલીની ઘટનાને નાસિક હાઈવેની ગણાવી શેર કરવામાં આવી રહી…જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply