સોશિયલ મિડિયામાં વાયરલ બાળકના અપહરણનો વિડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં કથિત રીતે એક મહિલા એક બાળકનું અપહરણ કરે છે. આ અપહરણ ત્યારે કરવામાં આવે છે જ્યારે બાળકની માતા રિક્ષા ચાલક સાથે વાતચીતમાં વ્યસ્થ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલા દ્વારા બાળકના અપહરણની આ ઘટના સત્ય છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઓરિજનલ નહિં પરંતુ સ્ક્રિપ્ટેડ છે. ઓરિજનલ વિડિયોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વિડિયો મંનોરંજન માટે બનાવવામાં આવ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vikas News Anand નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહિલા દ્વારા બાળકના અપહરણની આ ઘટના સત્ય છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થાય હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને Arjun Jatuskaran દ્વારા 7 જૂન 2022ના આ જ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “ગૂંગી માતાની સંતાનને ઉઠાવવામાં આવી.” પરંતુ આ વિડિયો 8 મિનિટનો છે.

Archive

તેમજ આ વિડિયોમાં 16મી સેકેન્ડ પર એક સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, “આ વિડિયો માત્ર મનોરંજનના હેતુ માટે જ ધ્યાનમાં લેવો જોઈએ. અહીં સમાવિષ્ટ માહિતીનો હેતુ પ્રસ્તુત માહિતીના સંદર્ભમાં સલાહ અથવા ક્રેડિટ વિશ્લેષણનો સ્ત્રોત બનવાનો નથી. આ વિડિયોમાંથી પ્રેરણા લઈને તમે જે પણ પગલાં લો છો, તે કડક રીતે તમારું પોતાનું જોખમ. અમે આ વિડિયોમાં ઉપલબ્ધ માહિતીના ઉપયોગના સંબંધમાં કોઈપણ નુકસાન અથવા નુકસાન માટે જવાબદાર હોઈશું નહીં.”

Facebook 

તેમજ થોડા વધુ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને અંકુર જાટુસ્કરન નામની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પ્રાપ્ત થઈ હતી, જેમાં ઘણા પ્રેન્ક અને સ્ક્રિપ્ટેડ વિડિયો હતા. જો કે ઉપરોક્ત વિડિયો અહીં ઉપલબ્ધ ન હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઓરિજનલ નહિં પરંતુ સ્ક્રિપ્ટેડ છે. ઓરિજનલ વિડિયોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વિડિયો મંનોરંજન માટે બનાવવામાં આવ્યો છે.  

Avatar

Title:સોશિયલ મિડિયામાં વાયરલ બાળકના અપહરણનો વિડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False