વ્હાઈટ હાઉસમાં નવા રાષ્ટ્રપતિના પ્રવેશ પહેલા સંસ્કૃત શ્લોક બોલવાના નામે જૂનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બિડન જ્યારે વ્હાઈટ હાઉસમાં પ્રવેશ્યા એ પહેલાં સંસ્કૃત શ્લોકોનું પઠન કરવામાં આવ્યું હતું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2014 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને અમેરિકામાં જો બિડનના રાષ્ટ્રપતિ બનવા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vijaybhai Rajyaguru નામના ફેસબુક યુઝર દ્વારા 17 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ન્યૂ અમેરિકન રાષ્ટ્રપતિમાં પ્રવેશતા પહેલા વ્હાઇટ હાઉસ, તેઓ કેવી રીતે ભારતીય સ્લોકાઝને યુનિવર્સના સર્વશક્તિમાનને દેશવાસીઓના સારા બનવા માટે બોલાવે છે. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બિડન જ્યારે વ્હાઈટ હાઉસમાં પ્રવેશ્યા એ પહેલાં સંસ્કૃત શ્લોકોનું પઠન કરવામાં આવ્યું હતું તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Giridhar Talla દ્વારા તેમના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર 15 ઓક્ટોમ્બર, 2014 ના રોજ અપલોડ કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મહાત્મા ગાંધીજીની 145 મી જન્મજયંતિ નિમિત્તે અમેરિકાના વ્હાઈટ હાઉસ ખાતે જેફરી ઈરહાર્ડ અને રોબી ઈરહાર્ડ દ્વારા સંસ્કૃત શ્લોકોનું પઠન કરવામાં આવ્યું હતું.

Archive

આજ માહિતી સાથેના અન્ય વીડિયો પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. HASC HinduAmericanSevaCommunities | BollywoodBonanzaB

અમારી વધુ તપાસમાં અમને HASC વેબસાઈટ પર એક પ્રેસનોટ પણ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, હિન્દૂ અમેરિકન સેવા સમુદાયનું ચોથુ વાર્ષિક સંમેલન વ્હાઈટ હાઉસ ખાતે મહાત્મા ગાંધીજીની 145 મી જન્મજયંતિ નિમિત્તે 2 ઓક્ટોમ્બર, 2014 ના રોજ યોજાયું હતું. જેમાં સંવા અને સામાજીક ન્યાય વિષય પર સંવાદ કરવામાં આવ્યો હતો.

વધુમાં અમને એવી માહિતી પ્રાપ્ત થઈ હતી કે, વ્હાઇટ હાઉસ જે અમેરિકી રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યસ્થળ છે એ હજી પણ ટ્રમ્પ અને બિડેનના કબજામાં છે અને જાન્યુઆરી 2021 માં શપથ લેવાની શક્યતા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2014 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જ્યારે મેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડન જાન્યુઆરી 2021 માં શપથ લેવાની શક્યતા છે.

Avatar

Title:વ્હાઈટ હાઉસમાં નવા રાષ્ટ્રપતિના પ્રવેશ પહેલા સંસ્કૃત શ્લોક બોલવાના નામે જૂનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False