શું ખરેખર સલમાન ખાને કરેલા ડાન્સનો આ વીડિયો આ વર્ષના ગણેશ મહોત્સવનો છે…? જાણો શું છે સત્ય….

Entertainment Mixture સામાજિક I Social

Jeetendra Sharma  નામના ફેસબુક યુઝર દ્વારા 4 સપ્ટેમ્બર,2019  ના રોજ My Baroda (Vadodara) નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતીઆ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  Salman Khan danced on Ganpati. Ganpati Bappa Morya. આ પોસ્ટમાં વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કેઆ વર્ષે ગણેશ વિસર્જનમાં સલમાન ખાન દ્વારા આ રીતે ડાન્સ કરવામાં આવ્યો. આ પોસ્ટને 819 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 10 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 53 લોકો દ્વારા પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.05-17_40_57.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોના એક સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

screenshot-www.google.com-2019.09.05-17_57_51.png

Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અમને કોઈ જ માહિતી પ્રાપ્ત ન થતાં અમે યુટ્યુબનો સહારો લઈ Salman Khan Dance at Ganpati સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.09.05-18_12_11.png

Archive

ઉપરના પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો સલમાન ખાનનો વીડિયો વર્ષ 2015 ના ગણેશ વિસર્જન સમયનો છે. જેને BollywoodHelpline નામની યુટ્યુબ ચેનલ પર 19 સપ્ટેમ્બર, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં 9 મિનિટ 38 સેકન્ડ પછી તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના ભાગને જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને વર્ષ 2019 નો પણ સલમાન ખાનનો ગણેશ મહોત્સવમાં ડાન્સ કરતો વીડિયો પ્રાપ્ત થયો હતો. વર્ષ 2015 અને વર્ષ 2019 માં સલમાન ખાન દ્વારા ગણેશ મહોત્સવમાં કરવામાં આવેલા ડાન્સના બંને વીડિયોનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો સલમાન ખાનનો ડાન્સ કરતો વીડિયો વર્ષ 2019 નો નહીં પરંતુ વર્ષ 2015 નો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો સલમાન ખાનનો ડાન્સ કરતો વીડિયો વર્ષ 2019 નો નહીં પરંતુ વર્ષ 2015 ના ગણેશ વિસર્જન સમયનો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર સલમાન ખાને કરેલા ડાન્સનો આ વીડિયો આ વર્ષના ગણેશ મહોત્સવનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Mixture