પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ ચુકાદો હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો નથી. આધારકાર્ડ-પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 જ છે.

આયકર વિભાગ દ્વારા પાનકાર્ડને આધારકાર્ડને લિંક કરવાની 31 માર્ચ 2023 સુધીની મુદ્દત આપી છે. ત્યારે આને લઇ સોશિયલ મીડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, “હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો કે, આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવુ ફરજિયાત નથી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Makvana Bhavesh Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 માર્ચ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો કે, આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવુ ફરજિયાત નથી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તેમજ ગૂગલ પર સર્ચ કરતા અમને આજ પોસ્ટ વર્ષ 2020ની પણ પ્રાપ્ત થઈ હતી. જેમાં આજ માહિતી આપવામાં આવી હતી, જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાને લઈ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આઈકર વિભાગ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઇન્ટ પર થી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જે ટ્વિટ 28 ફેબ્રુઆરી 2023ના કરવામાં આવ્યુ હતુ. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “આવકવેરા અધિનિયમ, 1961 મુજબ તમામ PAN ધારકોએ 31.3.2023 પહેલા તેમના PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે, 1લી એપ્રિલ 2023થી અનલિંક કરેલ PAN નિષ્ક્રિય થઈ જશે.”
તો પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવ્યો છે.?
જાન્યુઆરી 2020ના એક મીડિયા અહેવાલ અનુસાર, ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યુ હતુ કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે હજુ સુપ્રીમ કોર્ટમાં અરજી પેન્ડિંગ છે. આ ચુકાદો ન આવે ત્યાં સુધી ઈન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ કરી રિટર્ન ભરતા અટકાવી શકાશે નહીં.
તેમજ વધુ સર્ચ કરતા અમને અમને VTV ન્યુઝ દ્વારા 20 માર્ચ 2023ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે ન્યુઝ બુલેટિનમાં માહિતી આપવામાં આવી હતી કે, 2017માં એડવોકેટ બંદિશ સોપારકારની અરજી અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે હજુ સુપ્રીમ કોર્ટમાં અરજી પેન્ડિંગ છે. આ ચુકાદો ન આવે ત્યાં સુધી ઈન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ કરી રિટર્ન ભરતા અટકાવી શકાશે નહીં.
તેમજ આયકર વિભાગ દ્વારા વર્ષ 2019 થી 2022 સુધીના તમામ વર્ષો દરમિયાન લોકોને આધાર-પાન લિંક કરાવવા અંગે જાગૃતિ ફેલાવતા સંદેશ આપ્યા છે. પરંતુ આ વર્ષે આયકર વિભાગે આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તેવા પાન કાર્ડ નિષ્ક્રિય કરવાની જાહેરાત કરી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ ચુકાદો હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો નથી. આધારકાર્ડ-પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 જ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની જરૂર નથી તેવા હાઈકોર્ટના ચુકાદાના નામે ફેક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: Missing Context
