પરષોતમ રૂપાલાના અધૂરા નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ…..જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. 20 સેકેન્ડના આ વિડિયોમાં કેન્દ્રીય મંત્રી 108 પર નિવેદન આપતા જણાઈ છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “108ને ફોન કરવો નહિં તે અમારો વિકાસ છે, ડબો બાંધો છકડામાં લઈ જજો, ટેમ્પો બાંધજો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પરષોતમ રૂપાલાનો વિડિયો અધૂરો અને જૂનો છે. પરષોતમ રૂપાલાએ કોંગ્રેસ પર વિકાસને લઈ ટીકા કરી હતી. જે નિવેદનને હાલની સ્થિતિ સાથે સંકળાવી વાયરલ કરવામાં આવી રહ્યુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Muru Rayka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “108ને ફોન કરવો નહિં તે અમારો વિકાસ છે, ડબો બાંધો છકડામાં લઈ જજો, ટેમ્પો બાંધજો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પરષોતમ રૂપાલાની આ સ્પીચ અંગે અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને પરષોતમ રૂપાલાના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. 26 નવેમ્બર 2017ના આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “રાજકોટની જાહેર સભા દરમિયાન આ સ્પીચ આપી હતી.

ARCHIVE

ઉપરોક્ત સૂંપર્ણ વિડિયોને અમે ધ્યાનથી સાંભળ્યા બાદ અમને જાણવા મળ્યુ કે, “પરષોતમ રૂપાલા દ્વારા વિકાસની વાતને લઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકોટની જાહેરસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.” પરષોતમ રૂપાલાની યુટ્યુબ ચેનલ પર પણ તમને આ ભાષણ જોવા મળે છે. તેમના 39 મિનિટના આ ભાષણમાં 9.00 મિનિટ 11.42 મિનિટ સુધીમાં વાયરલ વિડિયો અંગે તેમનું નિવેદન સાંભળી શકાય છે. જે તમે નીચે સાંભળી શકો છો. 

ARCHIVE 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પરષોતમ રૂપાલાનો વિડિયો અધૂરો અને જૂનો છે. પરષોતમ રૂપાલાએ કોંગ્રેસ પર વિકાસને લઈ ટીકા કરી હતી. જે નિવેદનને હાલની સ્થિતિ સાથે સંકળાવી વાયરલ કરવામાં આવી રહ્યુ.

Avatar

Title:પરષોતમ રૂપાલાના અધૂરા નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ…..

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context