શું ખરેખર PM નરેન્દ્ર મોદી દ્વારા અખિલેશ યાદવના સમર્થનમાં ટ્વિટ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

સોશિયલ મિડિયામાં પીએમ નરેન્દ્ર મોદીના ટ્વિટનો એક સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “मै उत्तर प्रदेश की सन्मानित जनता से अपील करना चाहता हुं कि आप प्रदेश की तरक्की विकास के लिए श्री अखिलेश यादव जी उनकी पार्टी के गठबंधन को भारी मतों से विजयी बनायें क्योंकि पिछले 5 सालों में योगी ने प्रदेश को बर्बाद कर दिया है |” આ ટ્વિટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અખિલેશ યાદવના સમર્થનમાં ટ્વિટ કર્યુ છે. અને જનતાને અખિલેશ યાદવની પાર્ટીને વોટ કરવા અપિલ કરી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ પીએમ નરેન્દ્ર મોદીનું ટ્વિટ ફર્જી છે. પીએમ મોદી દ્વારા આ પ્રકારે કોઈ ટ્વિટ કરવામાં આવ્યુ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Parivar Azad Hind નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અખિલેશ યાદવના સમર્થનમાં ટ્વિટ કર્યુ છે. અને જનતાને અખિલેશ યાદવની પાર્ટીને વોટ કરવા અપિલ કરી છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે કી વર્ડ સાથે સર્ચ કરતા અમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

ત્યારબાદ અમે વાયરલ ટ્વિટમાં તારીખ અને સમય વાંચ્યો હતો. જે 11 ફેબ્રુઆરી 2022 સવારના 9.46 દર્શાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

જે ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલુ ઓરિજનલ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જે ટ્વિટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “पंडित दीनदयाल उपाध्याय जी का संपूर्ण जीवन सर्वजन हितायसर्वजन सुखाय के सिद्धांत पर आधारित रहाउनका एकात्म मानववाद का दर्शन भारत ही नहीं, बल्कि दुनिया की कई समस्याओं का समाधान देने में सक्षम हैउनकी पुण्यतिथि पर आदरपूर्ण श्रद्धांजलि” આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

નીચે તમે ઓરિજનલ ટ્વિટ અને વાયરલ ટ્વિટ વચ્ચેનો તફાવત પણ જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ પીએમ નરેન્દ્ર મોદીનું ટ્વિટ ફર્જી છે. પીએમ મોદી દ્વારા આ પ્રકારે કોઈ ટ્વિટ કરવામાં આવ્યુ નથી.

Avatar

Title:શું ખરેખર PM નરેન્દ્ર મોદી દ્વારા અખિલેશ યાદવના સમર્થનમાં ટ્વિટ કરવામાં આવ્યુ…?

Fact Check By: Yogesh Karia 

Result: Altered