
Ashik Meghani નામના ફેસબુક યુઝર દ્વારા 13 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રાજકોટ ના ફાઇનાન્સ સર કેતન દવે ના ઓફીસ પોલીસ છાપૉ મારતા 4કરોડો ના નકલી નોટ જડપાયા અસલી નૉટ લ ઈ નકલી નોટો આપવા જતા રાજકોટ ના વેપારી શક જતા પોલીસ ફોન કરતા ભાડો ભૂટયો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતના રાજકોટના કેતન દવે નામના વ્યક્તિની ઓફિસ પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવતાં 4 કરોડ રૂપિયાની નકલી નોટો પકડાઈ હતી તેનો આ ફોટો છે. આ પોસ્ટને 12 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ ફોટો ગુજરાતમાં કેતન દવેની ઓફિસ પર પોલીસ દ્વારા રેડ કરવામાં આતાં મળેલી 4 કરોડ રૂપિયાની નકલી નોટોનો આ ફોટો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે યાન્ડેક્ષ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને telanganatoday.com દ્વારા 2 નવેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં પોલીસ દ્વારા નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં કેટલાક અન્ય લોકો સાથે એક જ પરિવારના ચાર સદસ્યો સામેલ છે. પોલીસ દ્વારા 2000 ની નોટો જોવા જ દેખાતા નકલી નોટોના 350 બંડલ જપ્ત કરવામાં આવ્યા છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ સમાચારને TOI અને ANI દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો નકલી નોટોનો ફોટો ગુજરાતનો નહીં પરંતુ તેલંગાણાનો છે.
હવે એ પણ જાણવું જરૂરી હતું કે, કેતન દવે કોણ છે?
ગુગલ પર જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જામાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કેતન દવે ગુજરાતનો એક ફાયનાન્સર છે. ગુજરાત પોલીસ દ્વારા તેને માર્ચ 2017 માં છેતરપિંડી અને નકલી નોટોની લેવડ-દેવડના આરોપસર ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. કેતનની કારમાંથી પોલીસને કુલ 3.92 કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી. આ ઉપરાંત, લગભગ એક કરોડ રૂપિયાની નકલી નોટો સળગાવી દેવામાં આવી હોવાના પણ પુરાવા મળ્યા હતા. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને આઝ માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. gujarati.news18.com | akilanews.com
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં પોલીસ દ્વારા 2 નવેમ્બર, 2019 ના રોજ 6.4 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી તેનો છે. જેને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં પોલીસ દ્વારા 2 નવેમ્બર, 2019 ના રોજ 6.4 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી તેનો છે. જેને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:તેલંગાણામાં પકડાયેલી નકલી નોટોના ફોટો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
