શું ખરેખર બેંગ્લોર થી કોચીનું અંતર એમ્બ્યુલન્સના ડ્રાઈવરે માત્ર 5 કલાકમાં પુરૂ કર્યુ..? જાણો શું છે સત્ય..

Partly False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Alpesh N Chaudhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “બેંગ્લોર થી કોચી નુ અંતર 418 km છે જે 11 કલાક નો સમય લાગે પણ તે 5 કલાક માં પુરુ કરીને 50 દિવસ ની બાળકી નો જીવ બચાવ્યો. સલામ છે આવા ડ્રાઈવર ને.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલ આ પોસ્ટ પર 11000 થી વધુ લોકોએ તેમના પ્રતિભાવો જણાવ્યા હતા. 1700થી વધુ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13000થી વધુ લોકો દ્રારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા “બેંગ્લોર થી કોચીનું અંતર માત્ર 5 ક્લાકમાં પૂર્ણ કરવામાં આવ્યુ અને 50 દિવસની બાળકીનો જીવ બચાવવામાં આવ્યો.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારની કોઈ ઘટના બની હોય તો તમામ મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય. તેથી અમે સૌ-પ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કી વર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ પ્રકારની ઘટના 16 એપ્રિલ 2019ના બનવા પામી હતી. પરંતુ આ બાળકીને બેંગ્લોર થી નહિં મેગ્લુરૂ થી કોચી લઈ જવામાં આવી હતી. 15 દિવસની બાળકીને હાર્ટ વાલ્વ સર્જરીની જરૂરીઆત પડતા તેને એમ્બ્યુલન્સમાં મેગ્લુરૂથી કોચી લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને હસન નામના ડ્રાઈવર દ્વારા 418 કિમિનું અંતર માત્ર 5 ક્લાક માં પૂર્ણ કરવામાં આવ્યુ હતુ. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. 

MANORAMAONLINE | ARCHIVE

ARCHIVE

ARCHIVE

KERALAKAUMUDI | ARCHIVE

અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે આ એમ્બ્યુલન્સના ડ્રાઈવર હસન ડેલી જોડે વાત કરી હતી. તેણે અમને જણાવ્યુ હતુ કે, “16 એપ્રિલ 2019ના અમે મેગ્લોર થી કોચી એમ્બ્યુલન્સ લઈને ગયા હતા, જે અંતર કાપતા અમને 5 થી 5.30 કલાક જેટલો સમય લાગ્યો હતો.”

તેમજ એ જાણવું પણ જરૂરી હતુ કે મેગ્લોર થી કોચીનું અંતર કેટલુ થાય અને બેંગ્લોર થી કોચીનું અંતર કેટલુ થાય.બંનેના તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો દાવો ખોટો છે. બેગ્લોર થી કોચીની નહિં પરંતુ એમ્બ્યુલન્સ દ્વારા મેગ્લોર થી કોચી સુધીનું અંતર 5 ક્લાક માં પુરૂ કરવામાં આવ્યુ હતુ. પરંતુ 418 કિમિનું અંતર 5 ક્લાકમાં પુરૂ કર્યુ તે વાત સાચી છે. 

Avatar

Title:શું ખરેખર બેંગ્લોર થી કોચીનું અંતર એમ્બ્યુલન્સના ડ્રાઈવરે માત્ર 5 કલાકમાં પુરૂ કર્યુ..? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia 

Result: Partly False