દક્ષિણ અમેરિકામાં દેખાયેલા સૂર્યગ્રહણનો જૂનો વીડિયો 26 ડિસેમ્બર, 2019 ના રોજ ભારતમાં દેખાયેલા સૂર્યગ્રહણના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા આજના સુર્ય ગ્રહણ નો અનુપમ અવર્ણનીય નજારો લખાણ સાથે એક વીડિયો મોકલવામાં આવ્યો હતો અને તેની સત્યતા જણાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, “સૂર્યગ્રહણનો આ વીડિયો ભારતમાં 26 ડિસેમ્બર, 2019 ના રોજ દેખાયેલા સૂર્યગ્રહણનો છે.”

ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.

Facebook Post | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના એક સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને VIRAL TRENDS NOW દ્વારા 4 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, દક્ષિણ અમેરિકામાં જુલાઈ 2019 માં સવારે દેખાયેલા સૂર્યગ્રહણનો રોકોર્ડેડ વીડિયો. આ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને Hum_GBtoday@official નામના ટ્વિટર હેન્ડલ પર પણ આ વીડિયો 3 જુલાઈ, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સૂર્યગ્રહણના આ વીડિયોને દક્ષિણ અમેરિકામાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. 3 જુલાઈ, 2019 ના રોજ આ સૂર્યગ્રહણ 1 મિનિટ અને 52 સેકન્ડ માટે દેખાયું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, સૂર્યગ્રહણનો આ વીડિયો 5 મહિનાથી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. વધુમાં અમને બિઝનેશ ઈનસાઈડર દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ સૂર્યગ્રહણ 2 જુલાઈ, 2019 ના રોજ દક્ષિણ અમેરિકાના ચિલી અને આર્જેન્ટિનાના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યું હતું. ગ્રહણનો આ વીડિયો ચિલીના પશ્ચિમી ભાગના લા સેરેના શહેરમાં સર્જાયેલા અંધારાનો પ્રથમ દિવસ હતો. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Bussiness Insider | The Guardian

આ સૂર્યગ્રહણનો વધુ એક વીડિયો તમે અહીં જોઈ શકો છો. 

Archive

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 26 ડિસેમ્બર, 2019 ના રોજના સૂર્યગ્રહણનો નહીં પરંતુ 2 જુલાઈ, 2019 ના રોજ દક્ષિણ અમેરિકામાં દેખાયેલા સૂર્યગ્રહણનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 26 ડિસેમ્બર, 2019 ના રોજના સૂર્યગ્રહણનો નહીં પરંતુ 2 જુલાઈ, 2019 ના રોજ દક્ષિણ અમેરિકામાં દેખાયેલા સૂર્યગ્રહણનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:દક્ષિણ અમેરિકામાં દેખાયેલા સૂર્યગ્રહણનો જૂનો વીડિયો 26 ડિસેમ્બર, 2019 ના રોજ ભારતમાં દેખાયેલા સૂર્યગ્રહણના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False