શું ખરેખર પશુઓના લોહી, મૂત્ર, કોકેઈન અને શરાબમાંથી બને છે ‘ટોમેટો કેચપ’…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Kotha Suj – કોઠા સુજ નામના ફેસબુક પેજ દ્વારા 25 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, टमाटर केचप कैसे बनते है आपको जानकर आश्चर्य होगा कि इनमें एक भी टमाटर का उपयोग नहीं किया जाता है।।पशु खून, मूत्र, कोकीन और शराब आदि पदार्थों का उपयोग किया जाता है।अधिक जानकारी के लिए यह वीडियो देखें।। આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પશુઓના લોહી, મૂત્ર, કોકેઈન અને શરાબમાંથી બને છે ટોમેટો કેચપ તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 17 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 297 થી વધુ લોકો દ્વારા વીડિયો જોવામાં આવ્યો હતો. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.28-17_02_30.png

Facebook Post | Video Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ખરેખર આ પ્રકારે પશઓના લોહી, મૂત્ર, કોકેઈન અને શરાબમાંથી ટોમેટો કેચપ બને છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના એક સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને કોઈ ઠોસ પરિણામ ન મળતાં અમે અમારી તપાસ આગળ વધારી જુદા જુદા કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને Science Channel દ્વારા 23 જુલાઈ, 2016 ના રોજ તેની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોને ધ્યાનથી સાંભળતાં અમને માલૂમ પડ્યું હતું કે, આ વીડિયોના વોઈસ ઓવર સાથે છેડછાડ કરીને તેને ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે. આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી મુજબ ટોમેટો કેચપમાં ટોમેટો પેસ્ટ, મીઠાશ માટે Agave Nectar, ડુંગળીનો પાવડર, મસાલા, મીઠું અને સફેદ વિનેગરના ઉપયોગથી બને છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

આ ઉપરાંત વીડિયોને ધ્યાનથી જોતાં એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં નીચે જમણી બાજુ ખૂણામાં પણ Science Channel નો લોગો તમે સ્પષ્ટ જોઈ શકો છો. આ પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, ઓરિજીનલ વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે.

screenshot-www.facebook.com-2019.09.28-17_46_51.png

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અમારા વીડિયો એડિટીંગના નિષ્ણાત સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ વીડિના વોઈસ ઓવર સાથે છેડછાડ કરવામાં આવી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે કેટલાક લોકો દ્વારા આ પ્રકારે એડિટીંગ કરવામાં આવતું હોય છે.

આ સમગ્ર સંશોધનના અંતે તમે નીચે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેના તફાવતને તમે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પશુઓના લોહી, મૂત્ર, કોકેઈન અને શરાબમાંથી બને છે ટોમેટો કેચપ એ માહિતી ક્યાંય સાબિત થતી નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના વોઈસ ઓવર સાથે છેડછાડ કરી વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે. વધુમાં પશુઓના લોહી, મૂત્ર, કોકેઈન અને શરાબમાંથી ટોમેટો કેચપ બને છે એ માહિતી ખોટી છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર પશુઓના લોહી, મૂત્ર, કોકેઈન અને શરાબમાંથી બને છે ‘ટોમેટો કેચપ’…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False