જાહેર જનતાના કોલ રેકોર્ડ કરવાની વાત ખોટી છે, અફવા ન ફેલાવવા તંત્રની તાકીદ

Partly False રાષ્ટ્રીય I National સામાજિક I Social

‎‎Piyush D Patel નામના ફેસબુક યુઝર દ્વારા 8 નવેમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 10 નવેમ્બર નવેમ્બર આઉટડોર મુસાફરી ટાળો. તેમને ઘરે રહેવાનું કહે. અયોધ્યાનો ચુકાદો 13 નવેમ્બરના રોજ બહાર આવશે. “આવતીકાલથી નવા નિયમો લાગુ થશે”બધા ક callsલ્સ રેકોર્ડ કરવામાં આવશે. 2. બધા ક callલ રેકોર્ડ્સ સંગ્રહિત છે WhatsApp. વhatsAppટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને તમામ સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે: અજાણ્યા લોકોને આ કહો. 5. તમારા ઉપકરણો મંત્રાલય સિસ્ટમથી કનેક્ટ થશે. 6. કોઈને ખોટો સંદેશ ન મોકલવાનું યાદ રાખો 7. તમારા બધા બાળકો, ભાઈઓ, સંબંધીઓ, મિત્રો અને પરિચિતોને જાણ કરો કે તેણે તેમની સંભાળ લેવી જોઈએ. વાંધાજનક પોસ્ટ્સ અથવા વિડિઓઝ મોકલશો નહીં .. 9. આ સમયે કોઈ રાજકીય કે ધાર્મિક મુદ્દે ખોટો સંદેશ લખવો કે મોકલવો એ ગુનો છે…. આમ કરવાથી વોરંટ વિના ધરપકડ થઈ શકે છે. 10. પોલીસ જાહેરનામું બહાર પાડશે, ત્યારબાદ સાયબર ક્રાઇમ… 11. તે ખૂબ ગંભીર છે. ગ્રુપના બધા સભ્યો અને આયોજકો … આ વિષય વિશે deeplyંડાણથી વિચારો 12. ખોટો સંદેશ ન મોકલો. દરેકને જાણ રાખો અને આ વિષય પર નજર રાખો. 13. કૃપા કરીને આ શેર કરો…* જૂથમાં સાવચેત રહો અને જૂથથી સાવધ રહો.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અયોધ્યા કેસના ચુકાદાને ધ્યાને રાખીને ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા તમામ નિયમો આવતીકાલથી લાગૂ થશે. આ પોસ્ટને એક વ્યક્તિ દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ઘણા બધા લોકો દ્વારા આ માહિતીને ફેસબુક પર મૂકવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.11.08-22_49_01.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અયોધ્યા મંદિરના ચુકાદાને પગલે તંત્ર કે સરકાર દ્વારા આ પ્રકારની કોઈ ચેતવણી આપવામાં આવી છે કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ અયોધ્યા ચુકાદાને પગલે જાહેર જનતાને ચેતવણી સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી તપાસ આગળ વધારી હતી.

અમારી આગળની તપાસમાં અમે જુદા  જુદા કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને અયોધ્યા પોલીસ દ્વારા 4 નવેમ્બર, 2019 ના રોજ તેના ટ્વિટર પર અયોધ્યા કેસની સુનાવણીના પગલે સોશિયલ મીડિયા પર વાયરલ થતી માહિતી એક અફવા માત્ર છે. આવી કોઈ જ ચેતવણી તંત્ર કે સરકાર દ્વારા આપવામાં આવી નથી એવું સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ANI UP દ્વારા 3 નવેમ્બર, 2019 ના રોજ અયોધ્યા સુનાવણી મુદ્દે કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવું લખેલું હતું કે, અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજકુમાર શાહે અયોધ્યા જમીન સંબંધિત સોશિયલ મીડિયા સંદેશાઓ અને પોસ્ટરો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે, જે અયોધ્યા જમીન મામલામાં આવતા સંભવિત ચુકાદાને ધ્યાનમાં રાખીને સાંપ્રદાયિક સુમેળને અસર કરશે. આ પ્રતિબંધ 28 ડિસેમ્બર, 2019 સુધી લાગુ રહેશે. આ માહિતીમાં પણ ક્યાંય કોલ રેકોર્ડ કરવાની માહિતી આપવામાં આવી નથી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી અંગે અમદાવાદ સાયબર ક્રાઈમનો સંપર્ક કરી પીઆઈ સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “અયોધ્યા કેસની સુનાવણી અંગે જાહેર જનતાના કોલ રેકોર્ડ કરવા અંગે આ પ્રકારનો કોઈ પરિપત્ર કે સૂચના આપવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ થઈ રહી છે. વધુમાં તેમણે એ જણાવ્યું હતું કે, અયોધ્યા કેસની સુનાવણી અંગે સલામતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે તંત્રને સજાગ રહેવાની જાણ કરવામાં આવી છે. આપના માધ્યમથી લોકોને વિનંતી છે કે, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવધાન રહે.”

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સરકાર કે તંત્ર દ્વારા આ પ્રકારે કોઈ જ માહિતી બહાર પાડવામાં નથી આવી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સરકાર કે તંત્ર દ્વારા આ પ્રકારે કોઈ જ માહિતી બહાર પાડવામાં નથી આવી. અયોધ્યા કેસની સુનાવણી અંગે સલામતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે તંત્રને સજાગ રહેવાની જાણ કરવામાં આવી છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:જાહેર જનતાના કોલ રેકોર્ડ કરવાની વાત ખોટી છે, અફવા ન ફેલાવવા તંત્રની તાકીદ

Fact Check By: Vikas Vyas 

Result: Partly False