લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો કાલ્પનિક વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવકને માર મારી રહેલા અન્ય વ્યક્તિઓના સીસીટીવી ફૂટેજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જન્મદિવસની આ રીતે ઉજવણી કરતા એક યુવાનનું મોત થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લોકજાગૃતિ માટે કાલ્પનિક રીતે બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Manoj Darji નામના ફેસબુક યુઝર દ્વારા 30 નવેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્સો! જન્મદિવસ પર આ પ્રકારે ઉજવણી કરતા પહેલા ચેતી જજો, એક યુવાનનું થયું મોત..!!  #viralvideo #trending #trend #viralpost  #birthday #birthdayparty. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જન્મદિવસની આ રીતે ઉજવણી કરતા એક યુવાનનું મોત થયું તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Hamsa Nandini નામના એક સત્તાવાર ફેસબુક એકાઉન્ટ દ્વારા 2 માર્ચ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો એક કાલ્પનિક પટકથા પર આધારિત છે. આ વીડિયો ફક્ત લોકજાગૃતિ માટે બનાવવામાં આવ્યો છે. 

image4.png

Facebook Post

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, હામસા નંદિની એક જાણીતી આર્ટિસ્ટ એટલે કે કલાકાર છે. વધુમાં આ વીડિયોના અંતમાં એવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો જોઈએ નહીં. જેમાં નીચે એવું લખવામાં આવ્યું છે કે, વીડિયો જોવા બદલ આપનો આભાર. આ પેજ પર મૂકવામાં આવેલા વીડિયો કાલ્પનિક છે. આ શોર્ટફિલ્મનો એકમાત્ર ઉદ્દેશ લોકજાગૃતિનો છે. 

image1.png

આ પેજ પર અન્ય ઘણા બધા સામાજીક જાગરુકતા દર્શાવતા વીડિયો ઉપલબ્ધ છે. જે તમે અહીં જોઈ શકો છો. Videos

અમારી વધુ તપાસમાં અમને હામસા નંદિનીનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પણ પ્રાપ્ત થયું હતું જે તમે નીચે જોઈ શકો છો.

download.png

આ પહેલાં પણ આવો જ એક વીડિયો સાંપ્રદાયિક રંગ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. જેનું સત્ય તમે અહીં જોઈ શકો છો. Fact Crescendo Gujarati

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લોકજાગૃતિ માટે કાલ્પનિક રીતે બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો કાલ્પનિક વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False