આસામના જોરહટ જિલ્લામાં 2022માં જોવા મળેલા દીપડાનો વીડિયો હાલમાં મુંબઈના ગોરેગાંવ તરીકે વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દીપડો કાંટાળા તારની વાડ પરથી કૂદીને ફોર વ્હીલર પર હુમલો કરે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દીપડાના હુમલાની આ ઘટના ગોરેગાંવ મુંબઈમાં આરે ડેરીની પાછળ આવેલા રોયલ પામ્સ પાસે બની હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Shantubai Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 મે 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દીપડાના હુમલાની આ ઘટના ગોરેગાંવ મુંબઈમાં આરે ડેરીની પાછળ આવેલા રોયલ પામ્સ પાસે બની હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ટ્વિટર યુઝરનો જવાબ પ્રાપ્ત થય હતો. જેમાં જણવવામાં આવ્યુ હતુ કે, આ વીડિયો આસામનો છે, મુંબઈના ગોરેગાંવનો નથી.

Archive

આને ધ્યાનમાં રાખીને, કીવર્ડ સર્ચ પર, અમને 27 ડિસેમ્બર 2022ના રોજ વાયરલ વીડિયો મળ્યો. હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલમાં, આ ઘટના આસામના જોરહાટ જિલ્લામાં કહેવામાં આવી છે. આ ઘટના રેઈન ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (RFRI) ખાતે બની હતી અને દીપડો કેમ્પસની આસપાસના જંગલમાંથી આવ્યો હોવાનું માનવામાં આવે છે.

27 ડિસેમ્બર 2022ના રોજ NDTVના અહેવાલ મુજબ, દીપડાના હુમલામાં વન વિભાગના અધિકારી સહિત 15 વધુ લોકો ઘાયલ થયા હતા. દીપડાએ વન અધિકારીઓ અને રેઈન ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (RFRI)ના રહેવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. RFRI જોરહાટની બહારના ભાગમાં જંગલોથી ઘેરાયેલું છે અને ત્યાંથી દીપડો પરિસરમાં ઘૂસ્યો હોવાનું માનવામાં આવે છે.

NDTV | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મુંબઈના ગોરેગાંવનો નહીં પરંતુ આસામના જોરહટ જિલ્લામાં બનવા પામી હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:આસામમાં જોવા મળેલા દિપડાના વીડિયોને મુંબઈનો ગણાવીને વાયરલ કરવામાં આવી રહ્યો.... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False