
Harshil Dobariya || નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભટ્ટ ટક્કો બગડયો 1કરોડ નેગેટિવ લાઈક આવતા સડક 2 Boycott” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 378 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 39 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 42 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહેશ ભટ્ટની સડક-2 ફિલ્મને 1કરોડ નેગેટિવ લાઈક મળતા તેઓ ભડક્યા હતા.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ વિડિયો હાલનો છે કે નહિં તે તપાસવાનો પ્રયત્ન કર્યો હતો.
દરમિયાન Bb Entertainment નામની યુટ્યુબ ચેનલ દ્વારા તારીખ 5 ડિસેમ્બર 2019ના આ સંપૂર્ણ કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, શાહિન ભટ્ટની બુક “I’ve Never Been UN happier” ના લોંચ કાર્યક્રમમાં મહેશ ભટ્ટ અને આલિયા ભટ્ટ હાજર રહ્યા હતા.
પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે વિડિયો Movie Talkies નામની યુટ્યુબ ચેનલ દ્વારા તારીખ 4 ડિસેમ્બર 2019ના અપલોડ કરવામાં આવ્યો હતો. અને જણાવવામાં આવ્યુ હતુ કે, “ડિપ્રેશન અંગેનો જવાબ આપતી વેળાએ મહેશ ભટ્ટ મિડિયા પર ગુસ્સે થાય છે. જેને કારણે આલિયા ભટ્ટ થોડી ગભરાય જાય છે.”
તેમજ સડક-2નું ટ્રેલર 11 ઓગસ્ટ 2020ના રિલિઝ થયુ હતુ.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, સડક-2 ફિલ્મને અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા મહેશ ભટ્ટના ફિલ્મને કોઈ સબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલું મહેશ ભટ્ટનું ઈન્ટવ્યુ ડિસેમ્બર 2019નું છે. જ્યારે સડક-2 ફિલ્મનું ટ્રેલર તારીખ 11 ઓગસ્ટ 2020ના રિલિઝ થયુ છે.

Title:શું ખરેખર મહેશ ભટ્ટના આ ઈન્ટરવ્યુનો સડક-2 ફિલ્મ સાથે સબંધ છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
