શું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સ્વીકાર્યું કે, ‘ગુજરાતમાં બધું ભાગીને ભૂકો થઈ ગયું છે’…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના શિક્ષાણમંત્રી જીતુ વાઘાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના શિક્ષાણમંત્રી જીતુ વાઘાણીએ સ્વીકાર્યું કે, ગુજરાતમાં તો બધું ભાગીને ભૂકો થઈ ગયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગુજરાતના શિક્ષાણમંત્રી જીતુ વાઘાણીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી કટાક્ષમાં બોલી રહ્યા છે તેમણે પોતે એવો ક્યાંય સ્વીકાર નથી કર્યો કે, ગુજરાતમાં બધું ભાગીને ભૂક્કો થઈ ગયું છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

પકડી પાડયા નામના ફેસબુક યુઝર દ્વારા 06 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, શિક્ષણ મત્રી પોતે સ્વીકારે છે અહીં બધું ભાંગી ને ભૂકો થઈ ગયો છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના શિક્ષાણમંત્રી જીતુ વાઘાણીએ સ્વીકાર્યું કે, ગુજરાતમાં તો બધું ભાગીને ભૂકો થઈ ગયું છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ટીવી9 ગુજરાતી દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 6 એપ્રિલ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી છે કે, ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પત્રકારો સમક્ષ વિદ્યાર્થીઓના વાલીઓને કટાક્ષમાં એવું કહ્યું કે, જેઓ જન્મ્યા ગુજરાતમાં, રહેવું ગુજરાતમાં, ધંધો અહીં કર્યો, છોકરા અહીં ભણ્યા. હવે બીજે સારૂ લાગતું હોય તો મારી વિનંતી છે પત્રકાર મિત્રોની હાજરીમાં. જેને બીજે સારું લાગતું હોય ને તેઓ છોકરાના સર્ટિફિકેટ લઇ જે દેશ અને જે રાજ્યમાં સારું લાગતું હોય ત્યાં જતા રહો. ત્યાં જઇને ઘર-કુટુંબ ફેરવી નાંખો અહીં તો બધું પતી ગયું છે. અહીંયા તો ભાંગીને ભુક્કો થઈ ગયું છે.

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. BBC News Gujarati | GSTV NEWS

વધુમાં તમને જણાવી દઈએ કે, દિલ્હીની સરખામણીએ ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ નબળી હોવાની ચર્ચાઓને કારણે જ જીતુ વાઘાણી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગુજરાતના શિક્ષાણમંત્રી જીતુ વાઘાણીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી કટાક્ષમાં બોલી રહ્યા છે તેમણે પોતે એવો ક્યાંય સ્વીકાર નથી કર્યો કે, ગુજરાતમાં બધું ભાગીને ભૂક્કો થઈ ગયું છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સ્વીકાર્યું કે, ‘ગુજરાતમાં બધું ભાગીને ભૂકો થઈ ગયું છે’…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Misleading