કોંગ્રેસની ભારત જોડો યાત્રા બાદ સ્મૃતિ ઈરાની દ્વારા સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

સ્મૃતિ ઈરાનીનો સાયકલ ચલાવતો આ વિડિયો હાલનો નહિં પરંતુ 2021નો છે. હાલમાં સ્મૃતિ ઈરાની દ્વારા સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી નથી.

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાયરલ ચલાવતા જોવા મળી રહ્યા છે અને સાથે અન્ય યુવતીઓ પણ સાયકલ ચલાવી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સ્મૃતિ ઈરાની દ્વારા કોંગ્રેસની ભારત જોડો યાત્રા બાદ સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સ્મૃતિ ઈરાની દ્વારા કોંગ્રેસની ભારત જોડો યાત્રા બાદ સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી.”

Facebook | Fb post Archive | Fb video archive 

Facebook | Facebook |

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને એએનઆઈ દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2021ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, સ્મૃતિ ઈરાનીએ બિષ્ણુપુર, મણિપુર (ઉત્તર પૂર્વમાં)માં પોષણ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો અને સાડીમાં સાયકલ ચલાવી હતી. આ દરમિયાન તેણે ડેપ્યુટી કમિશનરની ઓફિસથી થોડે દૂર યુવતીઓ સાથે સાઈકલ ચલાવી હતી.

ANI NEWS | ARCHIVE 

તેમજ સ્મૃતિ ઈરાની દ્વારા પણ આ સાઈકલના વિડિયોને તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સ્મૃતિ ઈરાની દ્વારા સાઇકલ ચલાવતા હોવાનો આ વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2021નો છે. હાલમાં સ્મૃતિ ઇરાની દ્વારા કોઈ સાયકલ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:કોંગ્રેસની ભારત જોડો યાત્રા બાદ સ્મૃતિ ઈરાની દ્વારા સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply