શું ખરેખર લોકો દ્વારા સોમા ગાંડાને મારમારવામાં આવ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Vasu vachhani દ્વારા તારીખ 19 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. હા સોમા ગાંડા ની મોજ હા મિત્રો….પક્ષ પલટું અને બળવાખોર નેતા સોમા ગાંડાની જનતાએ કરી ધોલાઈ, દે ભીખા દે શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 53 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 148 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લોકો દ્વારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલને માર મારવામાં આવ્યો તેનો વિડિયો છે. 

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને NEWS18 ગુજરાતીનો 1 ડિસેમ્બર 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ જ વિડિયો અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, સોમા ગાંડાના નામે વિડિયો થયો વાયરલ, સોમા ગાંડાએ ખંડન કરતા કહ્યુ હતુ કે, કોઈના બાપની તાકાત નથી કે, સોમાભાઈને માર મારે, આ વિડિયોમાં જે દેખાઈ છે તે હું નથી. 

NEWS18 GUJARATI | ARCHIVE

સંદેશ ન્યુઝ દ્વારા પણ આ જ વિડિયો અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેમાં પણ સોમા ગાંડાનું નિવેદન મુકવામાં આવ્યુ હતુ. જે તમે નીચે વાંચી શકો છો. 

SANDESH NEWS | ARCHIVE

ત્યારબાદ અમે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા સાથે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો આજથી બે વર્ષ પહેલા પણ વાયરલ થયો હતો. ત્યારે પણ મે જણાવ્યુ હતુ કે, આ વિડિયોમાં દેખાતો વ્યક્તિ હું નથી. મારા નામે ખોટો વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો આજથી બે વર્ષ પહેલા પણ વાયરલ થયો હતો. જે સમયે અને હાલ પણ સોમા પટેલ દ્વારા તેનું ખંડન કરવામાં આવ્યુ હતુ. 

Avatar

Title:શું ખરેખર લોકો દ્વારા સોમા ગાંડાને મારમારવામાં આવ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •