
Hardik Sevara નામના ફેસબુક યુઝર દ્વારા 11 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હવે બુટ અને ચપ્પલ થી સ્વાગત થવાનુ ચાલુ થઈ ગ્યુ છે… હવે સમજી જવુ જોઈએ…. મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શીવરાજસિંહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર ફેંકવામાં આવેલા બૂટનો વીડિયો તાજેતરનો છે. આ પોસ્ટને 244 લોકોએ લાઈક કરી હતી. 19 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 44 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર ફેંકવામાં આવેલા બૂટનો વીડિયો તાજેતરનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Navbharat Times નામની સમાચાર ચેનલ દ્વારા 3 સપ્ટેમ્બર, 2018 ના રોજ યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની તરફ જૂતુ ફેંકવામાં આવ્યું.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. NDTV | hindi.oneindia.com
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર ફેંકવામાં આવેલા જૂતાનો વીડિયો બે વર્ષ પહેલાંનો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં જ્યારે શિવરાજસિંહ ચૌહાણ જનતાના આશીર્વાદ લેવા નીકળ્યા હતા એ સમયે સીધી નામના જિલ્લામાં આ ઘટના બની હતી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલા દાવામાં અધૂરી માહિતી અને સંદર્ભ આપવામાં આવ્યા હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર ફેંકવામાં આવેલા જૂતાનો વીડિયો બે વર્ષ પહેલાંનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:બે વર્ષ પહેલાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર ફેંકવામાં આવેલા જૂતાનો વીડિયો હાલના સંદર્ભમાં વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context
