
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક સ્ટ્રેચરને ધકો મારી રહ્યો છે અને સ્ટ્રેચર પર કોઈ વ્યક્તિ સુતી હોવાનું જોવા મળી રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલ કોરોનાની પરિસ્થિતિનો ગુજરાતનો વિડિયો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2020ના જૂલાઈ મહિનાનો ઉત્તર પ્રદેશના દેવરિયાનો છે. હાલની ગુજરાતની પરિસ્થિતિ હોવાની તેમજ ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Faruk Sumara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો હાલ કોરોનાની પરિસ્થિતિનો ગુજરાતનો વિડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને કોંગ્રેસ નેતા પીએલ પુનિયા દ્વારા તારીખ 20 જૂલાઈ 2020ના તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ વિડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “આ ઘટના ઉત્તર પ્રદેશની છે.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને ન્યુઝ18 દ્વારા જૂલાઈ 2020મા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલ પ્રાપ્ત થયા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ઉત્તરપ્રદેશના દેવરીયા જિલ્લા સરકારી હોસ્પિટલમાં આ બનવા બનેલ છે. જ્યાં નાના બાળક દ્વારા પોતાના દાદા ને સ્ટ્રેચર પર હોસ્પિટલની અંદર લઇ જવામાં આવી રહ્યા છે.”
તેમજ આજતક દ્વારા પણ આ અંગે ખાસ બુલેટિયન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જેમાં આ ઘટનાની વિશેષ માહિતી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યુ હતુ કે, “UP દેવરિયા ખાતે આ બનાવ બનેલ છે, જે અંગે સરકાર દ્વારા નોંધ લેવાતા ફરજ પર હાજર વોર્ડ બોય ને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2020ના જૂલાઈ મહિનાનો ઉત્તર પ્રદેશના દેવરિયાનો છે. હાલની ગુજરાતની પરિસ્થિતિ હોવાની તેમજ ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર સ્ટ્રેચરને ધક્કો મારી રહેલા બાળકનો વિડિયો હાલનો ગુજરાતનો છે….?
Fact Check By: Yogesh KariaResult: Missing Context
