
Faruk Sumara નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓગષ્ટ,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, સિતેર વર્ષમાં પહેલીવાર બાન્ગલાદેશનો રુપિયો ભારતીય રુપિયા કરતાં પંદર પૈસા મજબુત.????? આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સિત્તેર વર્ષમાં પહેલી વાર બાંગ્લાદેશનો રુપિયો ભારતીય રૂપિયા કરતાં પંદર પૈસા મજબૂત થયો છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 239 લોકોએ લાઈક કરી હતી. 12 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 289 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બાંગ્લાદેશનો રુપિયો ભારતના રુપિયા કરતાં 15 પૈસા મજબૂત છે કે કેમ? જોવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ Indian Rupees and Bangladesh Taka Comparison સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને એ જાણવા મળ્યું હતું કે, 30 ઓગષ્ટ, 2019ના રિપોર્ટ મુજબ ભારતના એક રૂપિયા બરાબર બાંગ્લાદેશના એક રૂપિયોને અઢાર પૈસા થાય છે. જે તમે નીચે સ્પષ્ટ રીતે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને XE નામની એક વેબસાઈટ પર 31 ઓગષ્ટ, 2019 ના રોજની ભારતીય રૂપિયા અને બાંગ્લાદેશના ટકા વચ્ચેના તફાવતની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ ભારતીય રૂપિયો બાંગ્લાદેશના ટકાની સરખામણીમાં મજબૂત છે. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમે exchangerates.org.uk નામની વેબસાઈટ પર માર્ચ 2019 થી આજ રોજ સુધી ભારતીય રૂપિયો અને બાંગ્લાદેશના ટકા વચ્ચેની સરખામણી જોતાં ત્યાં પણ અમને બાંગ્લાદેશના ટકા ક્યાંય પણ ભારતીય રૂપિયા કરતાં 15 પૈસા મજબૂત હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરના પરિણામમાં એ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, 25 ઓગષ્ટ, 2019 ના રોજ આ પોસ્ટ ફેસબુક પર મૂકવામાં આવી એ દિવસે ભારતીય રૂપિયા બાંગ્લાદેશના ટકા કરતાં 14 પૈસા મજબૂત હતો અને એ પહેલાં 24 ઓગષ્ટ, 2019 ના રોજ ભારતીય રૂપિયો 15 પૈસા મજબૂત હતો. તેમજ 25 ઓગષ્ટ, 2019 પહેલાં માર્ચ 2019 સુધી કે પછી આજ સુધી ક્યારેય પણ બાંગ્લાદેશના ટકા ભારતીય રૂપિયા કરતાં મજબૂત થયા હોય એવી કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. આ એક ખોટી માહિતી છે. જે લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર એક ભ્રામક દાવા સાથે મૂકવવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, બાંગ્લાદેશના ટકા ભારતીય રુપિયા કરતાં 15 પૈસા મજબૂત થયા હોવાની માહિતી ખોટી છે..
છબીઓ સૌજન્ય :ગુગલ

Title:શું ખરેખર બાંગ્લાદેશના ટકા ભારતીય રૂપિયા કરતાં 15 પૈસા મજબૂત છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
