શું ખરેખર યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, ઓબીસીને દેશમાંથી ભાગવું પડશે…? જાણો સત્ય

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

With Congress Sanand  નામના એક ફેસબુક પેજ દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાર દેખાતા ભાજપી નેતાઓ થયા ભૂરાયા….ઓબીસી ને ભગાડશો તો તમને વોટ કોણ આપશે???

 ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 27 લોકોએ લાઈક કરી હતી તેમજ 139 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.07.25-11-19-27.png

Facebook Post | Archive | Photo Archive | Video Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ OBC को भागना पडेगा : योगी आदित्यनाथ સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.05.24-00-49-36.png

 Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ ઉપરના પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, યોગીએ ડિસેમ્બર 2018 માં તેલંગાનાના તંદૂર ખાતે એક રેલીને સંબોધિત કરી હતી ત્યાંનો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે યોગીએ પોતાના પૂરા ભાષણમાં ક્યાંય પણ ઓબીસીના ભાગવાની વાત નથી કરી પરંતુ ઔવેસીના ભાગવાની વાત કરી છે. આ સમાચાર ઘણા બધા મીડિયા માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Aaj TakFirst PostIndia Tv
ArchiveArchiveArchive

આ અંગેની અમારી વધુ તપાસમાં અમને યોગીએ તેલંગાનાના તંદુર ખાતે જે સભા કરી હતી અને ઔવેસી પર જે બોલ્યા હતા તે તમે નીચેના વીડિયોમાં 0.45 મિનિટથી 01.01 મિનિટ સુધી જોઈ શકો છો.

Archive

ઉપરના સંપૂર્ણ વીડિયોને અમે ધ્યાનથી સાંભળ્યો તો અમને ક્યાંય પણ યોગી પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બોલ્યા હોય એવું કોઈ નિવેદન કે માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. એટલે કે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી છે. તમામ સમાચારો દ્વારા પણ એ જ જણાવવામાં આવ્યું છે કે, યોગીએ કહ્યું કે, જો તેલંગાનામાં ભાજપ સરકાર બનશે તો હૈદરાબાદમાંથી જે રીતે નિઝામોને ભાગવું પડ્યું હતું તે રીતે ઔવેસીએ પણ ભાગવું પડશે.

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, યોગીએ ઓબીસીને ભાગવાની નહીં પરંતુ ઔવેસીને ભાગવાની વાત કરી છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title: શું ખરેખર યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, ઓબીસીને દેશમાંથી ભાગવું પડશે…? જાણો સત્ય

Fact Check By: Vikas Vyas 

Result: False