શું ખરેખર આ બંન્ને બહેનો મુંબઈથી આવતી ટ્રેન માંથી મળી આવી છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Ketan D Nakum નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ફોટા બધા ગ્રુપ માં મોકલો, મુંબઈ થી આવતી ટે્ન મા થી, મળી છે તેનુ નામ સોનલ બિપીન પટેલ છે, એક દિકરીસમજી ને આ મેસેજ ફોટા સાથે આગળ મોકલો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 106 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6700થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ બંને બાળકીઓ મુંબઈથી આવતી ટ્રેન માંથી મળી આવી છે. જેનું નામ સોનલ બિપીનભાઈ પટેલ છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમતો પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં બે બાળકી જોવા મળે છે. તેમાંથી કોનું નામ સોનલ પટેલ હોય તે જણાવવામાં આવ્યુ ન હતુ. જો કે અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ફેસબુકમાં અન્ય કેટલા લોકોએ આ પોસ્ટ શેર કરી છે તે જાણવા અમે ફેસબુક પર સોનલ બિપીન પટેલ લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને અલગ-અલગ ફોટો સાથે જૂદા-જૂદા સમયે જૂદા-જૂદા ફોટો શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. પરંતુ તે તમામમાં લખાણ એક સરખુ જ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમને જૂલાઈ મહિનાની પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમા આ જ ફોટો અને આ જ લખાણ શેર કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામ પરથી એ તો સાબિત થઈ ગયુ હતુ કે, હાલમાં આ પ્રકારે કોઈ બાળકી મળી નથી આવી. ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર “સોનલ પટેલ નામના છોકરી ટ્રેનમાંથી મળી આવી” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલા દાવા અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોન ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને કોઈ ઠોસ પરિણામ પ્રાપ્ત થયા ન હતા. ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગુજરાત રેલવે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ત્યા ફરજ પર હાજર કર્મચારીએ અમને જણાવ્યુ હતુ કે, “સોશિયલ મિડિયા પર આ મેસેજ છેલ્લા ત્રણ વર્ષ થી ફરે છે. કોઈ સોનલ પટેલ નામની છોકરી ગુમ નથી થઈ, લોકોમાં ભ્રામક્તા ફેલવવા માટે આ પ્રકારે ખોટા મેસેજ અસામાજિક તત્વો દ્વારા વાયરલ કરવામાં આવતા હોય છે. તેમજ આ નામની કોઈ છોકરી હજુ સુધી ટ્રેન માંથી મળી આવી નથી”

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સોનલ પટેલ નામની છોકરી મળી આવી હોવાનો મેસેજ છેલ્લા ત્રણ વર્ષથી સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની પુષ્ટી રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સોનલ પટેલ નામની છોકરી મળી આવી હોવાનો મેસેજ છેલ્લા ત્રણ વર્ષથી સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની પુષ્ટી રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી છે. 

Avatar

Title:શું ખરેખર આ બંન્ને બહેનો મુંબઈથી આવતી ટ્રેન માંથી મળી આવી છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False