
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો રાજસ્થાનમાં દિવાળી મનાવવામાં આવી તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયો રાજસ્થાનમાં હોળીના બીજા દિવસે મનાવવામાં આવતા જમરા બીજ પર્વનો છે. જેને દિવાળીના પર્વ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jalo Vaghela નામના ફેસબુક યુઝર દ્વારા 16 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રાજસ્થાન ની દિવાળી અલગજ . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો રાજસ્થાનમાં દિવાળી મનાવવામાં આવી તેનો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Mewad Studio દ્વારા યુટ્યુબ પર 22 માર્ચ, 2019 ના રોજ અપલોડ કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો રાજસ્થાનના મેનાર ખાતે મનાવવામાં આવતા જમરા બીજ પર્વનો છે. આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયોને દિવાળી સાથે કોઈ જ સંબંધ નથી.
આજ માહિતી સાથેના અન્ય વીડિયો પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. pankaj Menaria | Umesh Menaria
જમરા બીજ પર્વ વિશે વધુ સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, ઉદયપુરથી 50 કિલોમીટર દૂર આવેલા મેનાર ગામમાં હોળીના બીજા દિવસે વર્ષો જૂની પરંપરાને આધિન જમરા બીજ પર્વ ઉજવવામાં આવે છે.
અમારી વધુ તપાસમાં અમને Udaipur News દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર મેનાર ખાતે ઉજવવામાં આવતા જમરા બીજ પર્વનો આવો જ એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયો રાજસ્થાનમાં હોળીના બીજા દિવસે મનાવવામાં આવતા જમરા બીજ પર્વનો છે. જેને દિવાળીના પર્વ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:રાજસ્થાનમાં મનાવવામાં આવતા જમરા બીજ પર્વનો જૂનો વીડિયો દિવાળીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
