
હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં પૂર્વ ચૂંટણી કમિશ્નર ટીએસ કૃષ્ણમૂર્તિનું નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “गुजरात और हिमाचल प्रदेश का चुनाव बीजेपी ने ईवीएम हेकिंग से जीता है : टी एस कृष्णमूर्ति पूर्व चुनाव आयुत्क”. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ટીએસ કૃષ્ણમૂર્તિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, “EVM હેંક કરીને ભાજપે આ ચૂંટણી જીતી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ટીએસ કૃષ્ણમૂર્તિના નામે આ નિવેદન વર્ષ 2017થી વાયરલ થઈ રહ્યુ છે. પરંતુ તેમના દ્વારા આ પ્રકારે નિવેદન ક્યારેય આપવામાં નથી આવ્યુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Satishsinh Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ટીએસ કૃષ્ણમૂર્તિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, “EVM હેંક કરીને ભાજપે આ ચૂંટણી જીતી છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને વર્ષ 2017ની એક ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં આ જ માહિતી શેર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
આ પોસ્ટ સાથેનો આર્ટિકલ વાંચતા ખ્યાલ આવ્યો કે, આ આર્ટિકલ પરથી જ ન્યુઝ પેપરમાં ક્ટિંગ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ હતુ. જો કોઈ પૂર્વ ચૂંટણી અધિકારી દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ હોય તો તેને તમામ મિડિયા હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યુ હોય, પરંતુ આ વેબસાઈટ સિવાય કોઈપણ મિડિયા હાઉસ પર અમને આ નિવેદન પ્રાપ્ત થયુ ન હતુ.
જો કે, આ અંગે વધુ સર્ચ કરતા અમને 4 મે 2018ના પ્રસારિત કરવામાં આવેલો એનડીટીવીનો અહેવાલ પ્રાપ્ત થયો હચો. જેમાં પ્રસારિત અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, “પૂર્વ ચૂંટણી અધિકારી ટીએસ કૃષ્ણમુર્તિ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ હોવાની વાતનું ખંડન કર્યુ હતુ. અને તેમણે આ પ્રકારે કોઈ નિવેદન ન આપ્યુ હોવાનું જણાવ્યુ હતુ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, ટીએસ કૃષ્ણમૂર્તિના નામે આ નિવેદન વર્ષ 2017થી વાયરલ થઈ રહ્યુ છે. પરંતુ તેમના દ્વારા આ પ્રકારે નિવેદન ક્યારેય આપવામાં નથી આવ્યુ.

Title:શું ખરેખર ગુજરાતની પેટા ચૂંટણીને લઈ ચૂંટણી કમિશ્નર દ્વારા નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
