શું ખરેખર લોકડાઉન દરમિયાનના માધુપુર બિચના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Dhiren Ankleshvaria નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયો માધવપુર બીચ નો છે.. પ્રકૃતિ નો આવો નજારો ક્યારેય જોવા નહી મળ્યો હોય.. lock down ના કારણે માનવ નજરે ના આવતા દરિયા કિનારા ની મજા લેતું હરણ..તેની જીદગીમાં ક્યારેય પણ દરીયો નહી જોયો હોય,કેવો આનંદ છે તે જોઈ શકાય છે. દરિયો જાણે બોલાવતો હોય, ક્યારેક ડરતું, ક્યારેક હિંમત કરીને દરિયાના પાણીને સ્પર્શવા આકુળ વ્યાકુળ દેખાય છે…. જુવો  લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 18 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા.1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લોકડાઉન દરમિયાનના માધુપુર બિચના આ દ્રશ્યો છે. જ્યાં હરણો પહોચ્યા હતા.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો વર્ષ 2015થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યુ હતુ. ફાંસિસ ફિલ્મ નિર્માતા એન્થની માર્ટિન દ્વારા તારીખ 10 નવેમ્બર 2015ના આ વિડિયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

The DoDo નામની વેબસાઈટ દ્વારા તારીખ 21 ડિસેમ્બર 2015ના પ્રસારિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, સમુદ્રના પાણીમાં રમતા આ હરણનો વિડિયો એન્થની માર્ટિન દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો. જૂદી-જૂદી વેબસાઈટોમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર આ ફ્રાંસના દક્ષિણ-પુર્વિ તટનું દ્રશ્ય છે. 

THE DODO | ARCHIVE

આ વિડિયો 9 માર્ચ 2016ના Buscando sentidos દ્વારા યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો હતો. તેમજ આ વિડિયો 12 નવેમ્બર 2015ના હિંગ્સ બોસોન દ્વારા પણ શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો જૂનો છે. તેને હાલના લોકડાઉન સાથે કોઈ લેવા દેવા નથી. તેમજ આ વિડિયો માધુપુર બિચનો નહિં પરંતુ ફ્રાંસનો છે.

Avatar

Title:શું ખરેખર લોકડાઉન દરમિયાનના માધુપુર બિચના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False