શું ખરેખર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પીટીલે એવું કહ્યું કે, “રસી અમારી છે, અમે ગમે તે કરીએ, તમે કોણ પૂછવાવાળા?”…. જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સમાચાર ચેનલ ટીવી 9 ગુજરાતીના બ્રેકિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આ.પાટીલે રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે એવું કહ્યું કે, “રસી અમારી છે, અમે ગમે તે કરીએ, તમે કોણ પૂછવાવાળા”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ટીવી 9 ગુજરાતીના બ્રેકિંગનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

હર્ષ બ્રહ્મભટ્ટ નામના ફેસબુક યુઝર દ્વારા 10 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હવે શું કરશો..? પ્રદેશ પ્રમુખ બન્યા પછી ઘણો પાવર આવી ગયો… હજુ ગુજરાતીઓ જાગશે નહીં તો ગુજરાત પાટીલ ના નામે થઈ જશે..!! કેમ કે દિલ્લી વાળા સાહેબ તો બધું વેચવા જ બેઠા છે..!! જાગો ગુજરાતીઓ જાગો.. #Gujarat. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આ.પાટીલે રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે એવું કહ્યું કે, “રસી અમારી છે, અમે ગમે તે કરીએ, તમે કોણ પૂછવાવાળા?”.

screenshot-www.facebook.com-2021.04.12-23_54_54.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ટીવી 9 ગુજરાતી દ્વારા 10 એપ્રિલ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારના વીડિયોમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો પ્રાપ્ત થયો હતો પરંતુ તેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ક્યાંય પણ એવું નથી બોલ્યા કે, રસી અમારી છે, અમે ગમે તે કરીએ, તમે કોણ પૂછવાવાળા?” અને ટીવી 9 ગુજરાતીના બ્રેકિંગમાં પણ ક્યાંય આ પ્રકારનું લખાણ જોવા મળતું નથી.  

આ વીડિયો સમાચારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એવું કહી રહ્યા છે કે, “હું પોતાની રીતે ઈન્જેક્શન લાવ્યો છું, રાજ્ય સરકારે કોઈ મદદ નથી કરી”

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. 1st Bharat News

ત્યાર બાદ અમે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે ટીવી 9 ગુજરાતી સાથે સંપર્ક કરતાં તેઓએ મને જણાવ્યું હતું કે, “અમારી ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારના બ્રેકિંગમાં એડિટીંગ કરીને ખોટી માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. લોકોએ આવી ખોટી માહિતીથી દૂર રહેવું જોઈએ.”

ત્યાર બાદ અમે ટીવી 9 ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એના લખાણના અક્ષર અને ટીવી 9 ગુજરાતીના બ્રેકિંગના અક્ષર જુદા-જુદા છે. તેમાં એડિટીંગ કરવામાં આવ્યું છે. નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ટીવી 9 ગુજરાતીના બ્રેકિંગનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પીટીલે એવું કહ્યું કે, “રસી અમારી છે, અમે ગમે તે કરીએ, તમે કોણ પૂછવાવાળા?”…. જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False