જાણો તાજેતરમાં અમેરિકાના બ્લેક હૉક હેલિકોપ્ટર પર ઈરાને કરેલા હુમલાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમેરિકાના બ્લેક હૉક હેલિકોપ્ટર પર ઈરાને કરેલા હુમલાનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હેલિકોપ્ટરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયો સિરિયાની આર્મીના હેલિકોપ્ટરનો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વીડિયોને તાજેતરમાં ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લીધો અને રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. જેનાથી અમને આ જ વાયરલ વીડિયો સાથેના સમાચાર સ્કાય ન્યૂઝ દ્વારા 11 ફેબ્રુઆરી, 2020ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. 

અહેવાલ મુજબ, “સિરિયન બળવાખોરોએ 11 ફેબ્રુઆરી, 2020, મંગળવારે ઇદલિબમાં એક લશ્કરી હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું જ્યાં સૈનિકો આગળ વધી રહ્યા હતા, જેમાં બે ક્રૂ સભ્યો માર્યા ગયા હતા.”

ઉપરોક્ત માહિતીને અમે સંબંધિત કીવર્ડ શોધ હાથ ધરી. જેના પરથી અમને ધ ટેલિગ્રાફની યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિઓ 11 ફેબ્રુઆરી, 2020ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આ વીડિયો સાથેની માહિતીમાં એવું લખ્યું છે કે, “મંગળવારે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં પૂર્વી ઇદલિબના નૈરાબ વિસ્તારમાં બળવાખોરો દ્વારા સિરિયન વાયુસેનાના હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવતું દેખાય છે, જેમાં જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે તાજેતરના દિવસોમાં તુર્કી દ્વારા પૂરી પાડવામાં આવી હોવાનું માનવામાં આવે છે.”

તુર્કી, જે વિપક્ષને ટેકો અને સશસ્ત્ર આપી રહ્યું હતું, તેણે સિરિયન શાસન દ્વારા તેના નિરીક્ષણ સ્થળો પર ગોળીબારના જવાબમાં સપ્તાહના અંતે ટેન્કો અને ભારે શસ્ત્રો સાથે પોતાના સૈનિકો મોકલ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હેલિકોપ્ટરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયો સિરિયાની આર્મીના હેલિકોપ્ટરનો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વીડિયોને તાજેતરમાં ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી.

આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. (જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો તાજેતરમાં અમેરિકાના બ્લેક હૉક હેલિકોપ્ટર પર ઈરાને કરેલા હુમલાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False