શું ખરેખર ઓક્સિજન સિલિન્ડર સાથે પકડાયેલ આ શખ્સ ભાજપાનો કાર્યકર છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાર પોલીસ અધિકારી સાથે એક શખ્સ પકડાયેલો દેખાય છે. તેમજ તેની પાછળ ઓક્સિજનના સિલિન્ડર ભરેલી ટ્રક પણ જોવા મળે છે. આ ફોટો વાયરલ કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઓક્સિજન સિલિન્ડરને બ્લેકમાં વહેચતો આ શખ્સ ભાજપાનો કાર્યકર છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઓક્સિજન સાથે પકડાયેલ શખ્સ ભાજપાનો કાર્યકર હોવાની વાત તદ્દન ખોટી છે. તે કોંગ્રેસનો પૂર્વ કાર્યકર હતો. જો કે, કોગ્રેંસ સાથેના સંબંધને પણ નકારી કાઢવામાં આવ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ghanshyambhai S Bhadaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઓક્સિજન સિલિન્ડરને બ્લેકમાં વહેચતો આ શખ્સ ભાજપાનો કાર્યકર છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને News18 નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કોરોનાના આ સમયમાં ઓક્સિજન સિલિન્ડરની કાળા બજારી કરતા પોલીસે કોંગ્રેસના પૂર્વ નેતા બિજેન્દ્ર માવીની ધરપકડ કરી હતી. બિજેન્દ્ર માવી વર્ષ 2014માં અપક્ષમાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યો છે. તેમજ તે કોંગ્રેસના સ્પોર્ટસ સેલનો પદાધિકારી પણ રહી ચુક્યો છે. જો કે, હાલમાં તેને કોંગ્રેસ સાથે કોઈ લેવા-દેવા ન હોવાનું કોંગ્રેસ પ્રવક્તા સુમિત ગૌડ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

ન્યુઝ18 | સંગ્રહ

ત્યારબાદ અમે ફરિદાબાદ પોલીસ દ્વારા પણ ટ્વિટ કરી આ માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive 

તેમજ અમે ફરિદાબાદ ક્રાઈમ બ્રાંચ ઈન્ચાર્જ ઈન્સપેક્ટર સંદિપ મોર દ્વારા પણ પૃષ્ટી કરવામાં આવી હતી કે, “આ શખ્સનો હાલમાં કોઈપણ રાજકિય પક્ષો સાથે સંબંધ નથી, તે પોતાના ફાયદા માટે પહેલા પ્રાઈવેટ કંપની સિલિન્ડર સપ્લાય કરતો હતો અને જ્યારે હાલ કોરોના કાળમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં સિલિન્ડર સપ્લાય કરી રહ્યો હતો. તે ભાજપાનો કાર્યકર હોવાની વાત તદ્દન ખોટી છે.

તેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે ફરિદાબાદ જિલ્લા ભાજપ પ્રમુખ ગોપાલ શર્માનો સંપર્ક કર્યો હતો. તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, “આ શખ્સને ભાજપ સાથે કોરઈ લેવા-દેવા નથી. આ શખ્સ ભાજપા પહેલા પણ જોડાયેલ ન હતો કે, ન હાલમાં પણ જોડાયેલ છે. આ શખ્સ કોંગ્રેસનો કાર્યકર છે.” 

તેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે કોંગ્રેસ પ્રવક્તા સુમિત ગૌડનો સંપર્ક સાધ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, “હાલ બિજેન્દ્ર માવી કોંગ્રેસ સાથે જોડાયેલા નથી તેને કોંગ્રેસ સાથે કોઈ લેવા-દેવા નથી. થોડા મહિના પહેલા જ તેઓને કોંગ્રેસના સદસ્ય પદથી તેમજ તમામ પદથી પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઓક્સિજન સાથે પકડાયેલ શખ્સ ભાજપાનો કાર્યકર હોવાની વાત તદ્દન ખોટી છે. તે કોંગ્રેસનો પૂર્વ કાર્યકર હતો. જો કે, કોગ્રેંસ સાથેના સંબંધને પણ નકારી કાઢવામાં આવ્યો છે.

Avatar

Title:શું ખરેખર ઓક્સિજન સિલિન્ડર સાથે પકડાયેલ આ શખ્સ ભાજપાનો કાર્યકર છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False