શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં બંગાળમાં થયેલી હિંસાનો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

વર્ષ 2021ના શરૂઆતથી જ સતત ચર્ચામાં રહેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીનું પરિણામ તારીખ 2 મેના આવ્યા બાદ સતત હુમલાની અને હિંસાની ખબરોએ સોશિયલ મિડિયામાં સતત વાતાવરણ ગરમ રાખ્યુ છે. ત્યારે આ બધા વચ્ચે એક ઈજાગ્રસ્ત મહિલાનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી મહિલાની ફોટો હાલમાં બંગાળમાં થયેલી હિંસાનો ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.  

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભારતનો કે પશ્ચિમ બંગાળનો નહિં પરંતુ બાંગ્લાદેશનો ગત વર્ષનો છે. હાલમાં બંગાળમાં થયેલી હિંસા સાથે જોડી તેને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

હિન્દુવાદી સર્જીકલ રોયલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી મહિલાની ફોટો હાલમાં બંગાળમાં થયેલી હિંસાનો ફોટો છે.”

Facebook | Fb post Archive 

ફેસબુક પર આ ફોટો બંગાળમાં મહિલા પર થયેલી હિંસાના નામે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 4 નવેમ્બર 2020ના એક ટ્વિટર એકાઉન્ટ પર અમને આ મહિલાની અલગ-અલગ 3 ફોટો પ્રાપ્ત થઈ હતી. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, “3 નવેમ્બર 2020ના બાંગ્લાદેશના ચિતાગોંગ જિલ્લાના હથાઝરીમાં આ મહિલાના પરિવાર અને તેમના બિઝનેસ સ્થળ પર મુસ્લિમ ગેંગ મોહમ્મદ રૂબેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.” આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો. 

Archive

તેમજ આ માહિતી બાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને બાંગ્લાદેશની લોકલ વેબસાઈટ eibela પર આ ઘટનાનો સમગ્ર અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ મહિલાના અન્ય ફોટો પણ શેર કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “રતન કુમાર નાથ, તેમની પુત્રવધૂ પુતુલ નાથ અને ભત્રીજી મુક્તા રાની નાથ પર નવેમ્બર 1 ના રોજ રૂબેલ, શાકિબ, અરમાન, ઉસ્માન, મોર્શેદ અને કેટલાક અન્ય લોકોએ હુમલો કર્યો હતો. અહેવાલ મુજબ રૂબેલ અને તેના સાથીઓએ નાથના ઘરની ચીજ-વસ્તુઓને તોડી પાડતા પોલીસે ઘરની ફરિયાદ રજૂ કરવામાં મોડું કર્યું હતું. તેમજ વાયરલ ફોટોમાં જોવા મળતી મહિલાનું નામ અનામિકા દાસ છે.

EIBELA | ARCHIVE

તેમજ પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા પણ તેમના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ ફોટો ભારતનો કે બંગાળનો નહિં પરંતુ બાંગ્લાદેશનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભારતનો કે પશ્ચિમ બંગાળનો નહિં પરંતુ બાંગ્લાદેશનો ગત વર્ષનો છે. હાલમાં બંગાળમાં થયેલી હિંસા સાથે જોડી તેને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં બંગાળમાં થયેલી હિંસાનો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False