શું ખરેખર આંધ્રપ્રદેશમાં કોરોના દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં મફ્તમાં સારવાર આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડીનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. “આંધ્રપ્રદેશની તમામ ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આંધ્રપ્રદેશની ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને મફતમાં સારવાર આપવામાં નથી આવતી. સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલ માટે કોરોનાના દર્દીની સારવારના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jignesh Kalavadia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આંધ્રપ્રદેશની તમામ ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવશે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ધન્યુઝમિનિટ વેબસાઈટનો અમને એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હત કે, “આંધ્ર પ્રદેશ સરકારે ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19 સારવાર માટેના ભાવમાં સુધારો કર્યો છે, નેશનલ એક્રેડેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ (NABH)ની માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો દ્વારા નોન ક્રિટિકલના 4000 રૂપિયા પ્રતિ દિવસ અને NABH ની માન્યતા પ્રાપ્ત ન હોય તે હોસ્પિટલો દ્વારા 3600 પ્રતિ દિવસનો ચાર્જ લઈ શકશે.” 

“તેમજ NABH હોસ્પિટલોમાં ઓક્સિજન સાથેની નોન-ક્રિટિકલ સારવારના દરરોજના 6,500 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે નોન-NABH હોસ્પિટલોના દરરોજના 5,850 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.”

“ઈનટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં NABH હોસ્પિટલોમાં ઓક્સિજન સાથેની ગંભીર સારવાર માટે દરરોજના રૂ.12,000ની કિંમત નક્કી કરવામાં આવી છે, જ્યારે બિન-એનએબીએચ હોસ્પિટલોમાં સારવારના દરરોજના રૂ.10,800 નક્કી કરવામાં આવ્યા છે.”

“એ જ રીતે, NABH હોસ્પિટલોમાં વેન્ટિલેટર સપોર્ટ સાથે આઈસીયુમાં ગંભીર સારવાર માટે દરરોજના રૂ.16,000ની કિંમત નક્કી કરવામાં આવી છે, જ્યારે NABH સિવાયની હોસ્પિટલોના દરરોજના 14,400 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.” 

ધન્યુઝમિનિટ | સંગ્રહ

તેમજ આંધ્રપ્રદેશ સરકારની વેબસાઈટ પર અમને નોટિફિકેશન પ્રાપ્ત થયુ હતુ. જેમાં ઉપરોક્ત અહેવાલમાં જણાવ્યા મુજબના ભાવ ખાનગી હોસ્પિટલોને લેવા આદેશ કરવામાં આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

covid-19_-_ap

Archive

તેમજ સીએમ વાયએસ જગનમોહન રેડ્ડી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “જો ખાનગી હોસ્પિટલો દ્વારા નક્કી કરાયેલા ભાવથી વધારે ભાવ લેવામાં આવ્યાની ફરિયાદ સામે આવશે તો તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આંધ્રપ્રદેશની ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને મફતમાં સારવાર આપવામાં નથી આવતી. સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલ માટે કોરોનાના દર્દીની સારવારના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

Avatar

Title:શું ખરેખર આંધ્રપ્રદેશમાં કોરોના દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં મફ્તમાં સારવાર આપવામાં આવી રહી છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False