
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાહ મોદીજી વાહ માસ્ટર સ્ટ્રોક નરેન્દ્ર મોદી એ ભારત સરકાર પાસે માગણી કરી કે કાળા નાણા ની ફાઇલો સાર્વજનિક કરો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 91 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 26 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્ર સરકાર પાસે કાળા ધનને સાર્વજનિક કરવાની માંગ સાથેનું ટ્વિટ કરવામાં આવ્યુ.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “भारत सरकार से आग्रह करता हुं के काले घनकी फाईले सार्वजनिक करे : नरेन्द्र मोदी” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી દ્વારા આ ટ્વિટ 21 ઓક્ટોબર 2013ના રોજ કરવામાં આવ્યુ હતું. જે તમે નીચે જોઈ શકો છો.
વર્ષ 2013માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. વર્ષ 2014માં તેઓ ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા. વર્ષ 2013માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. આમ, કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર હતી ત્યારે નરેન્દ્ર મોદીએ માંગ કરી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ ટ્વિટ આજથી 7 વર્ષ પહેલાનું છે. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. હાલમાં નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રકારે ટ્વિટ કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા કાળાધનની માંગણી કરતુ ટ્વિટ કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: Partly False
