Rajkot Mirror નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. બિહારની બેંકમાં ઓચિંતું ચેકીંગ આવતા, મેનેજર માસ્ક વગર બેઠા હતા ભરવો પડતો મેમો શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 315 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 30 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિહારમાં માસ્ક ન પહેરવા બદલ મેનેજરને દંડ ફટાકરવામાં આવ્યો તેનો વિડિયો છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમ થી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને National Headlines News નામના યુટ્યુબ યુઝર દ્વારા આ જ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, રાજસ્થાનના ભિલવાડામાં શહેરની મુલાકાત માટે નિકળેલા ડીએમ દ્વારા બેંકમા માસ્ક પહેરી ન બેઠેલા કર્મચારીને દંડ ફટાકાર્યો.

ARCHIVE

Dainik bhaskar દ્વારા આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આ અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. જે તમે નીચે વાંચી શકો છો.

Bhaskar.com | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો બિહારનો નહિં પરંતુ રાજસ્થાનના ભિલવાડાનો છે. ભિલવાડા કોર્પોરેશન બેંકના કેશિયરે માસ્ક પહેરેલ ન હોવાથી તેને દંડ ફટકારવવામાં આવ્યો હતો.

Avatar

Title:શું ખરેખર બિહારમાં બેંક મેનેજરને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટાકારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False