ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી એક બોર્ડ લઈને બેઠા છે જેમાં એવું લખેલું છે કે, માપમાં હો.. નકર.. હું સવારે AAP માં. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી જે બોર્ડ લઈને બેઠા છે એમાં એવું લખેલું છે કે, મોહની માયાજાળમાં ગુજરાતી અસ્મિતાનું મોત………..? આ ફોટોને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

માધા ઓધા પોટલી નામના ફેસબુક યુઝર દ્વારા 2 માર્ચ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ……………………અમને રેવા દેજો……………….. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી એક બોર્ડ લઈને બેઠા છે જેમાં એવું લખેલું છે કે, માપમાં હો.. નકર.. હું સવારે AAP માં.

screenshot-www.facebook.com-2021.03.08-20_13_17.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને chitralekha.com દ્વારા 27 એપ્રિલ, 2020 ના રોજ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના આજ ફોટો સાથેના એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પરેશ ધાનાણી જે બોર્ડ લઈને બેઠા છે એમાં એવું લખેલું છે કે, મોહની માયાજાળમાં ગુજરાતી અસ્મિતાનું મોત………..?  આ લખાણ તમે નીચેના ફોટો માં સ્પષ્ટ જોઈ શકો છો. 

screenshot-chitralekha.com-2021.03.08-20_44_58.png

Archive

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના હાથમાં રહેલા બોર્ડમાં ઉપરોક્ત લખાણ સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. dnaindia.com | hindustan-mirror.com

વધુમાં તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટીંગ કરેલા ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત નીચે જોઈ શકો છો.

Copy of Horizontal Image Comparison.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો બોર્ડ સાથેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો એડિટેડ ફોટો થયો વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •