હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્તા પર પડેલી એખ પોલીસ વેનમાં બેસેલા અધિકારી દ્વારા કાળજી રાખ્યા વગર તુરંત જ પોલીસ વેનનો દરવાજો ખોલવામાં આવી રહ્યો છે ત્યારે પાછળથી આવેલી બાઈકનો તેની સાથે અકસ્માત સર્જાય છે. બાદમાં આ અધિકારી દ્વારા આ બાઈક ચાલકને લાકડી વડે ફટકારવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પોલીસની દાદાગિરીનો આ વિડિયો સુરત શહેરનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોલીસની દાદાગિરીનો આ વિડિયો સુરત શહેરનો નહિં પરંતુ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Patel Abhi M નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પોલીસની દાદાગિરીનો વિડિયો સુરત શહેરનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ભોપાલ સમાચારની યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં આ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોર શહેરની હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ સંપૂર્ણ અહેવાલ તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યારબાદ ભોપાલ સમાચારની વેબસાઈટ પર પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, વિડિયો વાયરલ થયા બાદ આઈજી દ્વારા આ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Bhopal Samachar | Archive

ZeeNews દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ZeeNews | ARCHIVE

ભાસ્કર.કોમ દ્વારા પ્રકાશિત અહેવાલમાં અમને જેમને બાઈક ચાલકને લાકડી વડે માર માર્યો તે પોલીસ અધિકારી કાલીચરણનું નિવેદન પણ પ્રકાશિત કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ હતુ. જે અધિકારી અનુસાર “આ બાઈક ચાલક કોઈ સાથે અભદ્રતા કરી ભાગી રહ્યો હતો તેને રોકવા આ રીતે દરવાજો ખોલવામાં આવ્યો હતો.” તેમજ આઈજી હરિનારાયણ ચારી મિશ્રાનું નિવેદન પણ પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ તેમણે જણાવ્યુ હતુ કે, “પ્રથમ દ્રષ્ટીએ પોલીસ અધિકારીની ભૂલ નજર સામે આવી રહી છે. જોકે, હજુ કોઈ પિડિત સામે નથી આવ્યુ, ખરાબ વર્તનના કારણે પોલિસ અધિકારીને સસ્પેંડ કરી દેવામાં આવ્યો છે.

ભાસ્કર.કોમ | સંગ્રહ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરત શહેરનો નહિં પરંતુ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરનો છે. જેમાં ખરાબ વર્તનના કારણે પોલીસ અધિકારીને સસ્પેંડ પણ કરી દેવામાં આવ્યો છે.

Avatar

Title:શું ખરેખર પોલીસની દાદાગિરીનો આ વિડિયો સુરત શહેરનો છે...? જાણો શું છે સત્ય....

Fact Check By: Yogesh Karia

Result: False