અભિનેત્રી ઉર્ફી જાવેદનો ફોટો જાવેદ અખ્તરની પૌત્રીના નામે ખોટી માહિતી સાથે વાયરલ…? જાણો શું છે સત્ય….

Entertainment False

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી ઉર્ફી જાવેદનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો જાવેદ અખ્તરની પૌત્રીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ અભિનેત્રી ઉર્ફી જાવેદનો છે અને જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમી દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અભિનેત્રી ઉર્ફી જાવેદ સાથે તેમનો કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Amrish Panndya નામના ફેસબુક યુઝર દ્વારા 26 નવેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો જાવેદ અખ્તરની પૌત્રીનો છે.

screenshot-www.facebook.com-2021.12.10-19_00_31.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો અમને અભિનેત્રી ઉર્ફી જાવેદ દ્વારા તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર 15 નવેમ્બર, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ ફોટો અભિનેત્રી ઉર્ફી જાવેદનો જ છે.

હવે એ જાણવું ખૂબ જ મહત્વનું હતું કે, શું ખરેખર ઉર્ફી જાવેદ એ જાવેદ અખ્તરની પૌત્રી છે કે કેમ? તેમની વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં? એના માટે અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમી દ્વારા 7 સપ્ટેમ્બર, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ અગાઉ ઉર્ફી જાવેદના વધુ એક ફોટાને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ થયો હતો. ત્યારે શબાના આઝમીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, અભિનેત્રી ઉર્ફી જાવેદ સાથે તેમના પરિવારનો કોઈ જ સૂબંધ નથી.

Archive

અમારી વધુ તપાસમાં અમને timesofindia.indiatimes.com અને pinkvilla.com ના અહેવાલ પરથી એ જાણવા મળ્યું હતું કે, જાવેદ અખ્તારનો દીકરો ફરહાન અખ્તર છે અને તેને સાકીયા અને અકીરા નામની બે દીકરીઓ છે. આ બંને જાવેદ અખ્તરની પૌત્રીઓ છે.

જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમી દ્વારા 22 જુલાઈ, 2020 ના રોજ તેમના ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલ એક પોસ્ટમાં તમે જાવેદ અખ્તરને તેમની બંને પૌત્રીઓ સાકીયા અને અકીરા સાથે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ અભિનેત્રી ઉર્ફી જાવેદનો છે અને જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમી દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અભિનેત્રી ઉર્ફી જાવેદ સાથે તેમનો કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:અભિનેત્રી ઉર્ફી જાવેદનો ફોટો જાવેદ અખ્તરની પૌત્રીના નામે ખોટી માહિતી સાથે વાયરલ…?

Fact Check By: Vikas Vyas 

Result: False