દિવાલ પર ચડી અને નકલ કરવામાં મદદ કરતી આ તસ્વીર બિહારની છે ગુજરાતની નહિં… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા બાદ સોશિયલ મિડિયા પર ભાજપ અને આમ આદમી પાર્ટીના સમર્થકો એક બીજા પર આક્ષેપો અને પ્રહાર કરી રહ્યા છે. આ વચ્ચે ચાર માળની ઈમારત પર ચડતા લોકોની એક તસવીર સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના પરિવારના સભ્યો કોપી પહોંચાડવા માટે શાળાની દિવાલ પર ચઢ્યા હતા.” 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ જ દાવા સાથે આ તસવીર શેર કરી હતી. 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતનો નહિં પરંતુ વર્ષ 2015નો બિહારના વૈશાલી જિલ્લાનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

AAP Milan Sojitra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના પરિવારના સભ્યો કોપી પહોંચાડવા માટે શાળાની દિવાલ પર ચઢ્યા હતા.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પસોટ્માં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ 23 માર્ચ 2015ના રોજ ફર્સ્ટપોસ્ટની વેબસાઇટ પર પ્રકાશિત આ ફોટો મળી હતી.

આ સાથે માહિતી આપવામાં આવી હતી કે, 2015માં બિહારના ખાગરિયા અને હાજીપુરમાં પરીક્ષા દરમિયાન છેતરપિંડીની ઘટનાઓ મોટા પાયે સામે આવી હતી. આ તસવીર તે સમયની છે જ્યારે 2015માં બિહાર બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ 10ના વિદ્યાર્થીઓના મિત્રો અને પરિવારજનો વિદ્યાર્થીઓને ચિટ્સ આપવા માટે એક સ્કૂલ બિલ્ડિંગની દિવાલો પર ચડતા પકડાયા હતા.

ફર્સ્ટ પોસ્ટ | સંગ્રહ

વધુ તપાસ કરતા અમને 19 માર્ચ 2015 ના રોજ ટાઈમ્સ નાઉની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલો એક વિડિયો મળ્યો હતો. આમાં આપવામાં આવેલી માહિતી મુજબ આ તસવીર બિહારના હાજીપુરની છે. ત્યાં 10માની બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓના પરિવારના સભ્યો પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગ પર ચઢીને નકલ કરવામાં મદદ કરી રહ્યા હતા.

Archive

23 માર્ચ 2015ના રોજ પ્રકાશિત ધ હિન્દુ લેખ જણાવે છે કે આ તસવીર 19 માર્ચ 2015ના રોજ લેવામાં આવી હતી. આ ઘટના વૈશાલી જિલ્લાના મહાનાર ગામમાં આવેલી વિદ્યા નિકેતન સ્કૂલમાં બની હતી.

તપાસ દરમિયાન અમને એ પણ જાણવા મળ્યું કે બિહારમાં લગભગ દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન આવી ઘટનાઓના સમાચારમાં આવે છે. દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ નકલ કરતા પકડાય છે અને તેમને હાંકી કાઢવામાં આવે છે અને તેમને મદદ કરતા પરિવારો જનોની ધરપકડ કરવામાં આવે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતનો નહિં પરંતુ વર્ષ 2015નો બિહારના વૈશાલી જિલ્લાનો છે.

Avatar

Title:દિવાલ પર ચડી અને નકલ કરવામાં મદદ કરતી આ તસ્વીર બિહારની છે ગુજરાતની નહિં… જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False