હિમાચલને લઈ અરવિંદ કેજરીવાલનું હોર્ડિગ એડિટેડ છે… જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political રાષ્ટ્રીય I National

અરવિંદ કેજરીવાલના હોર્ડિગ સાથેનો ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેજરીવાલના ફોટો સાથે લખવામાં આવ્યુ છે કે, “अगर केन्द्र सरकार हमें फंड दे तो हिमाचल की माताओं-बहनों को मिलेगा 1000 रुपये प्रतिमाह” આ પોસ્ટરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા હવે હિમાચલની જનતાને લોભાવવા માટે હોર્ડિગમાં જાહેરાત લગાવવામાં આવી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. ઓરિજનલ ફોટોમાં ધન્યવાદ દિલ્લી લખેલુ વંચાઈ રહ્યુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Haresh Savliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા હવે હિમાચલની જનતાને લોભાવવા માટે હોર્ડિગમાં જાહેરાત લગાવવામાં આવી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને NDTV દ્વારા 14 ફેબ્રુઆરી 2015ના પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટાને મળતો ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, “धन्यवाद दिल्ली !” લખેલુ વાંચવા મળે છે.

NDTV | ARCHIVE

ઈન્ડિયા ટુડે‘ દ્વારા 15 ફેબ્રુઆરી 2015ના રોજ અપલોડ કરાયેલ અસલ તસવીર પણ મળી.

તેમજ વધુ સર્ચ કરતા દિલ્હી હાઈકોર્ટના વકિલ રિશીકેશ કુમાર દ્વારા પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને શેર કરીની માહિતી આપવામાં આવી હતી કે, “ફરીથી એક મોર્ફ અને એડિટેડ પોસ્ટર વાયરલ કરવામાં આવી રહ્યુ છે. બીજેપીના અન્ય હેન્ડલ્સ નિયમિત રીતે નકલી સમાચાર ફેલાવી રહ્યા છે કારણ કે તેમાં કોઈ નિષેધ નથી. પંજાબ પોલીસ સાયબર સેલ હવે તેની નોંધ લઈ રહી છે.

ઓરિજનલ ફોટો અને વાયરલ થઈ રહેલા ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. ઓરિજનલ ફોટોમાં ધન્યવાદ દિલ્લી લખેલુ વંચાઈ રહ્યુ છે.

Avatar

Title:હિમાચલને લઈ અરવિંદ કેજરીવાલનું હોર્ડિગ એડિટેડ છે… જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Altered