પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો 2019માં એર ટર્બ્યુલન્સનો વીડિયો છે. તાજેતરની સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટની ઘટના સાથે કોઈ સંબંધ નથી.

લંડનથી સિંગાપોર જતી ફ્લાઈટમાં એર ટર્બ્યુલન્સ કારણે એક મુસાફરનું મોત થયું હતું અને 71 અન્ય ઘાયલ થયા હતા.
ફ્લાઇટ SQ321, બોઇંગ 777-300 ER, 211 મુસાફરો અને 18 ક્રૂ સભ્યો સાથે, સોમવાર, 20 મે, 2024 ના રોજ હીથ્રોથી ઉડાન ભરી હતી દરમિયાન રસ્તામાં એક ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો. તેને બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું, મંગળવારે સ્થાનિક સમય મુજબ બપોરે 3:45 વાગ્યે તેનું લેન્ડિંગ થયું હતું.
દરમિયાન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ ઘટનાના સમાચાર અને અપડેટસથી છલકાઈ ગયા છે. આવો જ એક વાયરલ વીડિયો જોવા મળે છે કે વિમાનની કેબિન ટર્બ્યુલન્સથી ભયાનક દ્રશ્યો જોઈ શકાય છે. અને લોકો અને વસ્તુઓ ફેંકવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 મે 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લંડન થી સિંગાપોર જતી ફ્લાઈટમાં એર ટર્બ્યુલન્સના કારણે થયેલી અફરાતફરીના દ્રશ્યો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વીડિયોને કીફ્રેમમાં વિભાજીત કરીને અને સ્ક્રીનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધ કરતા અમને એક પોસ્ટમાં આ જ વીડિયોમાં સ્કાય ન્યૂઝનો લોગો હતો તેથી અમે અમારી શોધમાં કીવર્ડ ઉમેર્યો.
વધુ શોધ કરતા અમને સ્કાય ન્યૂઝ દ્વારા તેમના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર 19 જૂન, 2019 ના રોજ કૅપ્શન સાથે પ્રકાશિત કરવામાં આવેલ આ વીડિયો તરફ દોરી ગઈ
“આ તે ક્ષણ છે જ્યારે ટર્બ્યલન્સ પછી ફ્લાઇટ એટેન્ડન્ટને પ્લેનની છત સાથે અથડાય હતી.”
પ્રિસ્ટિનાથી યુરોએરપોર્ટ બેસેલની ફ્લાઈટમાં દસ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
આના પગલે, અમે સંબંધિત કીવર્ડ સાથે 2019 થી ઘટનાના સમાચાર શોધ્યા અને આવા ઘણા લેખો મળ્યા. તેમાંથી એક, એબીસી ન્યૂઝ દ્વારા 18 જૂન, 2019 ના રોજ પ્રકાશિત, “ટર્બ્યુલન્સના કારણે 10 ઘાયલ, ફ્લાઇટ એટેન્ડન્ટને છત સાથે અથડાય હતી.” હેડલાઇન સાથે તે જ વિડિયો પણ તેમાં એમ્બેડ કરેલ છે.
અમને તેના પર વધુ સમાચાર અહેવાલો મળ્યા અને તમે તેને અહીં અને અહીં વાંચી/ જોઈ શકો છો.
પોસ્ટસમાંના અન્ય વિઝ્યુઅલ તાજેતરની ઘટનાના છે અને અમને તે અહીં, અહીં અને અહીં મળ્યાં છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો 2019માં એર ટર્બ્યુલન્સનો વીડિયો છે. તાજેતરની સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટની ઘટના સાથે કોઈ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:પાંચ વર્ષ જૂના વીડિયોને સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ હિટ બાય ટર્બ્યુલન્સના તરીકે શેર કરવામાં આવી રહ્યો…
Fact Check By: Frany KariaResult: Missing Context
