અટલ ટનલના નામે અમેરિકાની ટનલનો ફોટો વાયરલ કરવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

Partly False સામાજિક I Social

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની સૌથી મોટી એવી મનાલીને લાહૌલ-સ્પીતી સાથે જોડતી 9.2 કિમી લાંબી અટલ ટનલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. તેના થોડા સમય પછી જ ઘણા સોશિયલ મિડિયા યુઝર્સ અને મિડિયા સંગઠનોએ આ ટનલના તેમજ અન્ય ફોટો શેર કર્યા હતા. 

પરંતુ આ બધા ફોટો સાથે એખ ફોટો અમેરિકાના કેલિફોર્નિયાની ડેવિલ્સ સ્લાઈડ ટનલનો પણ અટલ ટનલના ફોટો બતાવીને શેર કરતા જોવા મળ્યો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vadodara our city નામના ફેસબુક યુઝર દ્વારા તેમની પોસ્ટમાં આ માહિતી સાથે બે ફોટો શેર કરવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે, આ ફોટો અટલ ટનલનો છે.

FACEBOOK | FB POST ARCHIVE

ગુજરાતની પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલ વીટીવી ન્યુઝ દ્વારા પણ આ જ ફોટોને લઈ એક સંપૂર્ણ ન્યુઝ આર્ટિકલ તૈયાર કરી દેવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો. 

VTV NEWS | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને inspectionservices.net નામની વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો કેલિફોર્નિયામાં વર્ષ 2012માં બનાવવામાં આવેલી ડેવિલ્સની સ્લાઇડ બાય-પાસ ટનલનો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

INSPECTIONSERVICES.NET | ARCHIVE

ત્યારબાદ ગૂગલ પર આ ટનલના નામે સર્ચ કરતા અમને CRUISERCLOTHING.COM નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં અટલ ટનલના નામે વાયરલ થઈ રહેલો ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે જોઈ શકો છો. 

CRUISERCLOTHING.COM | ARCHIVE

તેમજ યુટ્યુબ પર આ ટનલનો સંપૂર્ણ વિડિયો પણ અમને પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

જો કે, પોસ્ટ સાથેનો બીજો ફોટો અટલ ટનલ નો જ છે. જે ફોટોને તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા વિડિયોમાં જોઈ શકાય છે. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો એક ફોટો કેલિફોર્નિયાની ટનલનો છે. જ્યારે બીજો ફોટો અટલ ટનલ છો.

Avatar

Title:અટલ ટનલના નામે અમેરિકાની ટનલનો ફોટો વાયરલ કરવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Partly False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply