જાણો સઈકલની સવારી કરી રહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને ડેન્માર્કના રાષ્ટ્રપતિ લાર્સ લોક્કેનો સાયકલ ચલાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ડેન્માર્કની મુલાકાત લીધી એ સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 માં જ્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ડેન્માર્કની મુલાકાત લીધી હતી ત્યારનો છે. આ લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ashok Roy નામના ફેસબુક યુઝર દ્વારા 20 જાન્યુઆરી, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન ડેનમાર્કની મુલાકાતે છે. ડેનમાર્કના પીએમ તેમનું સ્વાગત કરી રહ્યા છે. *બુલેટ પ્રૂફ કાર અને ફૂલ પ્રૂફ સિક્યોરિટી જોઈને આશ્ચર્ય થશે! આ જ સાચી લોકશાહી છે. !!!!!*. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ડેન્માર્કની મુલાકાત લીધી એ સમયનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો આજ વીડિયો સાથેના સમાચાર AFP News Agency દ્વારા 29 ઓગષ્ટ, 2018 રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો વર્ષ 2018 માં જ્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ડેન્માર્કની મુલાકાત લીધી હતી ત્યારનો છે. 

આજ વીડિયો અન્ય કેટલાક સમાચારમાં પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. financialexpress.com | thenews.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 માં જ્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ડેન્માર્કની મુલાકાત લીધી હતી ત્યારનો છે. આ લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો સઈકલની સવારી કરી રહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context