શું ખરેખર સ્નીકર્સને 65 દેશોમાં બંધ કરી દેવામાં આવી છે.? અને તેનું કારણ કેન્સરની બિમારી છે.? જાણો શું છે સત્ય……

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Jigar Pravin Desai નામના ફેસબુક યુઝર દ્વારા 26 જૂલાઈના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. SNICKER ઉત્પાદન 65 દેશોમાં બંધ કરી દીધું છે મુખ્ય કારણ કેન્સરની બિમારી છે, તમારા બાળકને આજેથી દૂર રાખો, શેર કરો અને ચેતવણી આપો’ શીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 2400 લોકોએ તેમના અભિપ્રાય આપ્યા હતા, 19 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 36178 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સ્નીકર્સનું ઉત્પાદન 65 દેશોમાં બંધ કરી દેવામાં આવ્યુ છે. કારણ કે, તેનું મુખ્ય કારણ કેન્સરની બિમારી છે. 

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર આ વિડિયોને શોધવા પ્રયત્ન કર્યો હતો. ગૂગલ પર ‘snickers bars burnt’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને EURONEWS દ્વારા તારીખ 10 માર્ચ 2016ના પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા અને ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલો વિડિયો પણ પ્રાપ્ત થયો હતો. જે આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

ARCHIVE

તેમજ ધ આઈરીસ ન્યુઝ દ્વારા પણ ઉપરોક્ત વિડિયો સાથે 10 માર્ચ 2016ના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે વાંચી શકો છો.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી એ સાબિત થયુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 3 માર્ચ 2016નો છે. એટલે લગભગ પોસ્ટ શેર કરી તેના 2 વર્ષ પહેલાનો છે. ત્યારબાદ અમને જાણવા મળ્યુ હતુ કે, ફેબ્રુઆરી 2016માં જર્મનીમાં સ્નીકર્સ બારમાં પ્લાસ્ટિકનો ભાગ જોવા મળ્યો હતો, એટલે કંપની દ્વારા 55 દેશોમાં મુખ્યત્વે યુરોપના દેશોમાંથી માર્કેટમાં પડેલો માલ પરત લીધો હતો. સાવચેતીના ભાગે રૂપે આ પગલુ લેવામાં આવ્યુ હોવાનું કંપની ના સ્પોક પર્સન દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. જે સમાચારને reuters.com દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેમજ ALJAZEERA દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે વાંચી શકો છો.

ARCHIVE

ARCHIVE

આમ, ઉપરોક્ત પડતાલ પરથી એ સાબિત થાય છે. કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો માર્ચ 2016નો છે. તેમજ સ્નીકર્સ દ્વારા સાવચેતીના ભાગ રૂપે માર્કેટમાંથી તેમની અમુક સમયે વહેચવા કાઢેલી પ્રોડક્ટ પરત લેવામાં આવી હતી. તેમજ કોઈપણ દેશમાં સ્નીકર્સને કયારેય બંધ કરવામાં નથી આવી. તેમજ કેન્સરના કારણે આ પગલુ લેવામાં આવ્યુ હોવાની વાત પણ ખોટી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સ્નીકર્સ દ્વારા સાવચેતીના ભાગ રૂપે માર્કેટમાંથી તેમની અમુક સમયે વહેચવા કાઢેલી પ્રોડક્ટ પરત લેવામાં આવી હતી. તેમજ કોઈપણ દેશમાં સ્નીકર્સને કયારેય બંધ કરવામાં નથી આવી. તેમજ કેન્સરના કારણે આ પગલુ લેવામાં આવ્યુ હોવાની વાત પણ ખોટી છે. 

Avatar

Title:શું ખરેખર સ્નીકર્સને 65 દેશોમાં બંધ કરી દેવામાં આવી છે.? અને તેનું કારણ કેન્સરની બિમારી છે.? જાણો શું છે સત્ય……

Fact Check By: Yogesh Karia 

Result: False