શું ખરેખર JNU પરિસરમાં વ્યક્તિના ખિસ્સામાં ફટાકડો ફૂટતાં ગુપ્તાંગના થયા ટુકડે ટુકડા...? જાણો સત્ય...
Hardik Savani નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં BC News Hindi ના એક સ્ક્રીનશોટ સાથેના ફોટોમાં એવું લખેલું છે કે, Breaking: JNU परिसर में भारत की हार का जश्न मनाने के लिये रखा पटाखा जेब में ही फटा। गुप्तांग के हुए टुकड़े-टुकड़े। ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1000 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 86 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 168 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ JNU પરિસરમાં આ રીતે કોઈ વ્યક્તિના ખિસ્સામાં રહેલ ફટાકડો ફૂટતાં તેના ગુપ્તાંગના ટુકડે ટુકડા થયા હોય તે માહિતીની સત્યતાની તપાસ કરવા સૌપ્રથમ અમે પોસ્ટમાં રહેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજ દ્વારા શોધવાની કોશિશ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને oxfordnewsonline.com દ્વારા 8 જુલાઈ, 2018 ના રોજ પ્રસારિતકરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સંપૂર્ણ સમાચાર ધ્યાનથી જોતાં અમને માલૂમ પડ્યું હતું કે, બ્રિટનમાં જેસન ક્યુરમિસ જિન્સ નામના એક વ્યક્તિ દ્વારા લોકોને એવી અપીલ કરવામાં આવી હતી કે, ક્યારેય પણ ઈ-સિગારેટને ખિસ્સામાં રાખવી જોઈએ નહીં કારણ કે, ઈ- સિગારેટની બેટરીમાં જેસનના ખિસ્સામાં જ બ્લાસ્ટ થવાને પરિણામે તેના ગુપ્તાંગને અસર થતાં થતાં બચી ગઈ હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને વધુ બે સમાચાર માધ્યમ દ્વારા આ ઘટનાને પ્રસારિત કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ladbible.com | metro.co.uk |
Archive | Article Archive |
આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટના દાવામાં મૂકવામાં આવેલો ફોટો JNU પરિસરમાં ખિસ્સામાં ફટાકડો ફૂટવાથી ઘાયલ થયેલા વ્યક્તિનો નહીં પરંતુ બ્રિટનમાં ખિસ્સામાં રાખેલી ઈ-સિગારેટની બેટરી ફૂટવાથી ઘાયલ થયેલા વ્યક્તિનો છે.
છબીઓ સૌજન્ય :ગુગલ
Title: શું ખરેખર JNU પરિસરમાં વ્યક્તિના ખિસ્સામાં ફટાકડો ફૂટતાં ગુપ્તાંગના થયા ટુકડે ટુકડા...? જાણો સત્ય...
Fact Check By: Vikas VyasResult: False