શું ખરેખર તાઈવાન દ્વારા ચીનના લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યું...? જાણો શું છે સત્ય…
Mantavya નામના ફેસબુક પેજ દ્વારા 4 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચીન ધુઆંપુઆં/ તાઇવાને તોડી પાડ્યું ચીનનું Su-35 લડાકુ વિમાન. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાઈવાને ચીનનું લડાકુ વિમાન Su-35 તોડી પાડ્યું. આ પોસ્ટને 751 લોકોએ લાઈક કરી હતી. 4 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 41 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર તાઈવાને ચીનનું લડાકુ વિમાન Su-35 તોડી પાડ્યું છે કે કેમ? એ જાણવા માટે અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને તાઈવાનની રક્ષા મંત્રાલયની વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તાઈવાનના રક્ષા મંત્રાલય કરવામાં આવેલી તપાસમાં એવી માહિતી મળી હતી કે, તાઈવાન દ્વારા ચીનના વિમાનને તોડી પાડવામાં આવ્યું હોવાની માહિતી તદ્દન ખોટી છે. ઈન્ટરનેટ પર તાઈવાન દ્વારા ચીનના લડાકૂ વિમાન Su-35 ને તોડી પાડવામાં આવ્યું એ માહિતી તદ્દન ખોટી અને નિરાધાર છે એવું તાઈવાનની વાયુ સેના દ્વારા બહાર પાડવામાં આવેલી એક પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું હતું.
ત્યાર બાદ અમે ફેક્ટ ક્રેસેન્ડોની જેમ જ તાઈવાનમાં IFCN પાર્ટનરની સાથે ફેક્ટ ચેકિંગનું કામ કરતી વેબસાઈટ TFC – Taiwan સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો.તેમના દ્વારા અમને આ માહિતીની સત્યતા જણાવવામાં આવી હતી કે, ભારતીય મીડિયા માધ્યમો દ્વારા કોઈ પણ પ્રકારની પુષ્ટિ વિના આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે. વધુમાં એ પણ જણાવ્યું હતું કે, વિમાન દુર્ઘટનાના એક જૂના ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
તાઇવાનના સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા પણ આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે, તાઇવાને ચીનના લડાકૂ વિમાનને નથી તોડી પાડ્યું. આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ તાઈવાન દ્વારા ચીનના લડાકૂ વિમાન Su-35 ને તોડી પાડવામાં આવ્યું હોવાની માહિતી તદ્દન ખોટી અને નિરાધાર છે. તાઈવાન સરકાર દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ તાઈવાન દ્વારા ચીનના લડાકૂ વિમાન Su-35 ને તોડી પાડવામાં આવ્યું હોવાની માહિતી તદ્દન ખોટી અને નિરાધાર છે. તાઈવાન સરકાર દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર તાઈવાન દ્વારા ચીનના લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યું...? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False