શું ખરેખર આ ખોવાયેલી બાળકી હજુ સુધી મળી નથી…? જાણો શું છે સત્ય…

Partly False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Maulik M Zaveri નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ મારી ભત્રીજી યસ્વી શાહ અમદાવાદ અંજલિ ચાર રસ્તા અમદાવાદ થી રવિવારે સાંજે ગુમ થયેલ છે એ વધુ બરોડા સુરત બાજુ અથવા અમદાવાદ માં જ હોઈ શકે કોઈ ને પણ જાણ થાય નીચેના નંબર પર કોન્ટેક્ટ કરી અમોને મદદ કરો. કમલ શાહ 94260 41703. અતુલ શાહ 98795 30998 શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 14 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રવિવારે ગુમ થયેલી બાળકી હજુ સુધી મળી નથી.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમદાવાદનો અંજલિ ચાર રસ્તા વિસ્તાર વાસણા પોલીસમાં આવતો હોવાથી અમે વાસણા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. 

ત્યાના પીઆઈ સી.યુ.પરેવાએ અમને જણાવ્યુ હતુ કે, “યસ્વી સાથે તેની મિત્ર ડિમ્પલ પણ ગુમ થઈ હતી. જે અંગે 117/2019 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, આ બંન્ને મંગળવારે નારોલ વિસ્તારમાંથી મળી આવી હતી. જે ને ક્રાઈમ બ્રાંચે શોધી કાઢી હતી.” જે અંગેની પ્રેસનોટ તમે નીચે વાંચી શકો છો. 

ત્યારબાદ અમે યસ્વીના પિતા કમલભાઈ શાહ જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “મારી દિકરી અને તેની મિત્ર ડિમ્પલ બંનેને મંગળવારે પોલીસ શોધી હતી અને અમને સોપી હતી. અમે આપના માધ્યમથી જણાવવા માંગી છે કે અમારી દિકરી મળી આવી છે. માટે આ મેસેજને વધુ ન ફેલાવવો”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, યસ્વી સાથે તેની મિત્ર ડિમ્પલ પણ ગુમ થઈ હતી. જે મંગળવારના એટલે કે, 24 ડિસેમ્બરના મળી આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, યસ્વી સાથે તેની મિત્ર ડિમ્પલ પણ ગુમ થઈ હતી. જે મંગળવારના એટલે કે, 24 ડિસેમ્બરના મળી આવી હતી. યસ્વીના પિતા કમલભાઈ શાહ દ્વારા આ પોસ્ટને આગળ વધતી રોકવા વિનંતી કરવામાં આવી હતી.

Avatar

Title:શું ખરેખર આ ખોવાયેલી બાળકી હજુ સુધી મળી નથી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: Partly False